ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 22 ઑક્ટોબર, 2021
શુક્રવાર
દિવાળીના સમયમાં ગૃહિણીઓએ ઘરમાં સાફસફાઈનાં કામ હાથમાં લીધાં છે. બરોબર એવા સમયમાં જ 24 કલાક માટે મુંબઈમાં 15 ટકા પાણીકાપ મૂકવામાં આવ્યો છે. 26 ઑક્ટોબર મંગળવારના સવારના 10 વાગ્યાથી 27 ઑક્ટોબર બુધવાર સુધી મુંબઈના જુદા જુદા વિસ્તારમાં અલગ અલગ સમયે પાણીકાપ રહેશે.
મુંબઈ શહેરને પાણીપુરવઠો કરનારા ભાંડુપ કૉમ્પ્લેક્સમાં આવેલા 1910 મિલિયન લિટર પંપિંગ સ્ટેશનમાં 1200 મિલીમીટર વ્યાસની બે પાઇપલાઈનનું સમારકામ કરવામાં આવનાર છે. એ ઉપરાંંત પિસે-પાંજરાપુર કૉમ્પ્લેક્સમાં એક પંપિંગ સ્ટેશનમાં પંપ બદલવાનું કામ કરવામાં આવવાનું છે. આ કામ 26 ઑક્ટોબર, 2021, મંગળવાર સવારના 10 વાગ્યે ચાલુ કરવામાં આવશે, જે રાતના 10 વાગ્યે પૂરું થશે. એથી આ સમય દરમિયાન પૂર્વ અને પશ્ચિમ ઉપનગર તથા શહેરના વિસ્તારમાં પાણીપુરવઠાને અસર થશે. એટલે કે મંગળવારના પૂરા મુંબઈમાં 15 ટકા પાણીકાપ રહેશે.
એ ઉપરાંંત પવઈમાં 1800 મિલીમીટર વ્યાસની તાનસા (પૂર્વ) અને તાનસા (પશ્ચિમ) પાઇપલાઇનમાં રહેલા ગળતરને રોકવાનું કામ પણ મંગળવારના 26 ઑક્ટોબરના સવારના 10 વાગ્યાથી 27 ઑક્ટોબર બુધવાર સવારના 10 વાગ્યા સુધી કરવામાં આવવાનું છે. એથી આ 24 કલાક દરમિયાન K-ઈસ્ટ, S-G નૉર્થ અને H-પૂર્વ વૉર્ડમાં સંપૂર્ણપણે પાણી બંધ રહેશે.
મુંબઈનું ભૂગર્ભજળ બચાવવા છેક રાષ્ટ્રપતિએ પત્ર લખવો પડ્યો. મહાનગરપાલિકાએ આ બાહેંધરી આપી. જાણો વિગત.
નીચેના વિસ્તારોમાં સંપૂર્ણપણે પાણી બંધ રહેશે.
1) S-વૉર્ડ-ફિલ્ટર પાડા , જયભીમ નગર, બેસ્ટ નગર, આરે રોડ વિસ્તાર અને ફિલ્ટરપાડા S-X-06.
2) K-ઈસ્ટ વૉર્ડ- મરોલ બસ ડેપો વિસ્તાર, ચકાલા, પ્રકાશવાડી, ગોવિંદ વાડી, માલપા ડોંગરી ક્રમાંક 1, હનુમાન નગર, મોટા નગર, શિવાજી નગર, શહીદ ભગતસિંહ કૉલોની, ચરત સિંહ કૉલોની, મુકુંદ હૉસ્પિટલ, લેલેવાડી, ઇંદિરા નગર, માપખાન નગર, ટાકપાડા, નવપાડા, ઍરપૉર્ટ રોડ, ચિમટાપાડા, સાગબાગ, મરોલ ઇન્ડસ્ટ્રિયલ એરિયા, રામકૃષ્ણ મંદિર, જે. બી. નગર, બગરખા માર્ગ, કાંતિ નગર જેવા વિસ્તારોમાં બપોરના 2.00 વાગ્યાથી સાંજના 5.30 વાગ્યા સુધી પાણી બંધ રહેશે.
3) K-ઈસ્ટ વૉર્ડના કબીર નગર, બામણપાડા, પારસીવાડા, ઍરપૉર્ટ એરિયા, તરુણ ભારત કૉલોની, ઈસ્લામપુરા, દેઉળવાડી, P ઍન્ડ T કૉલોની આ વિસ્તારમાં બપોરના 2.00 વાગ્યાથી સાંજના 5.30 વાગ્યા સુધી પાણી બંધ રહેશે.
4) K-ઈસ્ટ વૉર્ડ – આ વિસ્તારમાં સવારના 11.00થી બપોરના 2.00 વાગ્યા સુધી પાણી બંધ રહેશે. MIDC અને ભવાઈ નગર, મુલગાંવ ડોંગરી, સુભાષ નગર, MIDC રોડ નંબર 1થી 23, ભંગારવાડી, ટ્રાન્સ ઍપાર્ટમેન્ટ, કોંડીવિટા, મહેશ્વરી નગર, ઉપાધ્યાય નગર, ઠાકુર ચાલ, સાળવે નગર, ભવાની નગર, દુર્ગા પાડા, મામા ગૅરેજ.
5) K-ઈસ્ટ – આ વૉર્ડમાં સવારના 4.00થી સવારના 8.00 વાગ્યા સુધી પાણી બંધ હશે. ઓમ્ નગર, કાંતિ નગર, રાજસ્થાન સોસાયટી, સાંઈ નગર, સહાર ગાંવ, સુતાર પાખડી
6) K-પૂર્વ વૉર્ડ – વિજય નગર, મરોલ, મિલિટરી રોડ, વસંત ઓઆસિસ, ગાંવદેવી, મરોલ ગાવ, ચર્ચ રોડ, હિલ વ્યૂ સોસાયટી, કદમવાડી, ભંડારવાડા, ઉત્તર ઢાબા વિસ્તારમાં સાંજના 6.00થી રાતના 10.00 વાગ્યા સુધી પાણી બંધ હશે.
7) K-ઈસ્ટના સિપ્ઝ તેમ જ ઍરપૉર્ટ વિસ્તારમાં 24 કલાક પાણી બંધ હશે.
8) H-ઈસ્ટ વૉર્ડમાં બાંદરા ટર્મિનસ વિસ્તારમાં પાણી બંધ હશે.
9) G-નૉર્થ વૉર્ડમાં ધારાવી મેઇન રોડ, ગણેશ મંદિર રોડ, એ. કે. જી. નગર, દિલીપ કદમ માર્ગ, કુંભારવાડા, સંત ગોરાકુંભાર રોડ વિસ્તારમાં બપોરના 4.00થી રાતના 9.00 વાગ્યા સુધી પાણી બંધ રહેશે.
10) G-નૉર્થ વૉર્ડના ધારાવીના પ્રેમ નગર, નાઈક નગર, જાસ્મિન મિલ માર્ગ, માટુંગા લેબર કૅમ્પ, 90 ફીટ રોડ, એમ. જી. રોડ, ધારાવી લૂપ માર્ગ, સંત રોહિદાસ રોડ વિસ્તારમાં સવારના 4.00 વાગ્યાથી બપોરના 12.00 વાગ્યા સુધી પાણી બંધ રહેશે.
તો આ લોકોની દિવાળી અંધારામાં જશેઃ મહાવિતરણે ડિફોલ્ટરો પાસેથી વસૂલી શરૂ કરી …જાણો વિગત.