News Continuous Bureau | Mumbai
મધ્ય રેલ્વેએ ટ્રેક મેઇન્ટેનન્સ અને અન્ય કામોની જાણવણીનું કામ હાથ ધરવા માટે હાર્બર લાઇનમાં મેગા બ્લોક કરવાનો નિર્ણય લીધો છે અને એક પ્રેસ રિલીઝ દ્વારા આ માહિતી આપી છે. જેમાં એવું કહેવાય છે કે ભારતીય રેલ્વેની સેન્ટ્રલ રેલ્વેએ એન્જીનીયરીંગ અને મેઇન્ટેનન્સના કામ માટે રવિવારે હાર્બર લાઇન પર મેગા બ્લોક કરવાનો નિર્ણય લીધો છે. આ દરમિયાન આ લાઇનમાં સવારે 11.05 થી સાંજના 4.05 વાગ્યા સુધી પનવેલ-વાશી અપ અને ડાઉન લાઇન પર જાળવણી કાર્ય કરવામાં આવશે.
આ બ્લોકના સમયગાળા દરમિયાન સવારે 10.33થી બપોરે 3.49 વાગ્યા સુધી પનવેલથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ મુંબઈ જતી અપ હાર્બર લાઇન અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ મુંબઈથી પનવેલ, બેલાપુર માટે સવારે 9.45થી બપોરે 3.12 વાગ્યા સુધી ડાઉન હાર્બર લાઇન પર કોઈ ટ્રેનની અવરજવર રહેશે નહીં.
આ સમાચાર પણ વાંચો : રેલવે યાત્રીઓ માટે સારા સમાચાર, મુંબઈ- અમદાવાદ તેજસ ટ્રેન હવે અઠવાડિયાના આટલા દિવસ દોડશે; જાણો વિગતે
પનવેલથી થાણે જતી અપ ટ્રાન્સહાર્બર લાઇન પર સવારે 11.02થી બપોરે 3.53 સુધી ટ્રેનો દોડશે નહીં. તેવી જ રીતે, સવારે 10.01થી બપોરે 3.20 વાગ્યા સુધી થાણેથી પનવેલ જતી ડાઉન ટ્રાન્સહાર્બર લાઇન પર કોઈ ટ્રેનની અવરજવર રહેશે નહીં.
જોકે, રેલવેએ કહ્યું છે કે બ્લોક દરમિયાન છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ મુંબઈ-વાશી સેક્શન પર વિશેષ લોકલ ટ્રેનો દોડાવવામાં આવશે. થાણે-વાશી/નેરુલ સ્ટેશનો વચ્ચે ટ્રાન્સ-હાર્બર લાઇન પર વિશેષ સેવાઓ ચલાવવામાં આવશે. રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે મંત્રાલયે ભારતીય રેલવેના ઘણા સ્ટેશનોના અપગ્રેડેશન, બ્યુટિફિકેશન અને આધુનિકીકરણ માટે ઘણી યોજનાઓ તૈયાર કરી છે.