188
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 19 ઓગસ્ટ, 2021
ગુરુવાર
મુંબઈમાં ફરી એકવાર આજે અને આવતીકાલે એમ બે દિવસ રસીકરણ કેન્દ્ર બંધ રહેશે.
બીએમસીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે રસીના ડોઝની અછતને કારણે 19 ઓગસ્ટ અને 20 ઓગસ્ટના રોજ પાલિકાના વિસ્તારના સરકારી અને મુંબઈ મહાનગર પાલિકાના રસીકરણ કેન્દ્ર બંધ રહેશે.
દરમિયાન તા. 19 ઓગસ્ટ 2021ના રોજ મોડી રાત સુધી પ્રશાસને રસીનો જથ્થો પ્રાપ્ત થશે. ત્યાર બાદ 21 ઓગસ્ટ 2021થી રસી કેન્દ્ર ફરી શરૂ થશે.
આ જ મહિનામાં આ ત્રીજી વખત છે જ્યારે BMC એ રસીના ડોઝની અછતને કારણે અભિયાન સ્થગિત કરાયું છે. અગાઉ, 5 ઓગસ્ટના રોજ રસીકરણ બંધ કેન્દ્રો બંધ રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે શહેરમાં કુલ 401 રસીકરણ કેન્દ્રો છે, જેમાં BMC ના 283, મહારાષ્ટ્ર સરકારના 20 કેન્દ્રો અને 98 ખાનગી કેન્દ્રોનો સમાવેશ થાય છે.
You Might Be Interested In