News Continuous Bureau | Mumbai
સેન્ટ્રલ રેલવે(Central railway) મુંબઈ ડિવિઝન પર આવતીકાલે એટલે કે રવિવારે (8 મે) વિવિધ એન્જિનિયરિંગ અને મેન્ટેનન્સના કામો માટે મેગા બ્લોક(Mega block) રહેશે.
સવારે 11.05 થી સાંજે 4.05 વાગ્યા સુધી માટુંગા – મુલુંડ અપ અને ડાઉન ફાસ્ટ લાઇન પર મેગા બ્લોક. (Matunga and Mulund on the UP and down fast line) સવારે 10.25 થી બપોરે 3.39 વાગ્યા સુધી સીએસએમટી(CSMT)થી ઉપડતી ડાઉન ફાસ્ટ ટ્રેનોને માટુંગાથી ડાઉન સ્લો લાઇનમાં ડાયવર્ટ કરવામાં આવશે અને માટુંગા અને મુલુંડ સ્ટેશનો વચ્ચે તેમના નિર્ધારિત હોલ્ટ્સ મુજબ રોકાશે. થાણેથી ફાસ્ટ ટ્રેનોને મુલુંડ ખાતે ડાઉન ફાસ્ટ લાઇન પર ફરીથી ડાયવર્ટ કરવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં સૌ કોઈને મળશે પાણી, આજથી આવશે આ નવી પોલિસી અમલમાં.. જાણો વિગતે.
થાણેથી સવારે 10.50 થી બપોરે 3.46 વાગ્યા સુધી ઉપડતી અપ ફાસ્ટ ટ્રેનોને મુલુંડ ખાતે અપ સ્લો લાઇન પર ડાયવર્ટ કરવામાં આવશે અને મુલુંડ અને માટુંગા સ્ટેશનો પર તેમના નિર્ધારિત હોલ્ટ્સ મુજબ રોકાશે. માટુંગા ખાતે ફરીથી અપ ફાસ્ટ લાઇન પર ડાયવર્ટ કરવામાં આવશે.
સવારે 11.10 થી સાંજના 4.10 વાગ્યા સુધી વાશી/બેલાપુર/પનવેલ માટે સીએસએમટી/વડાલા રોડથી ઉપડતી હાર્બર લાઇન ટ્રેનો અને બાંદ્રા/ગોરેગાંવ માટે CSMTથી સવારે 10.48 થી સાંજે 4.43 વાગ્યા સુધી ડાઉન હાર્બર લાઇન ટ્રેનો સ્થગિત રહેશે. સવારે 9.53 થી બપોરે 3.20 વાગ્યા સુધી પનવેલ/બેલાપુર/વાશીથી સીએસએમટી માટે ઉપડતી હાર્બર લાઇનની ટ્રેનો અને ગોરેગાંવ/બાંદ્રાથી સીએસએમટી(CSMT) માટે સવારે 10.45 થી સાંજના 5.13 વાગ્યા સુધી ઉપડતી હાર્બર લાઇન(Harbor line) ટ્રેનો સ્થગિત રહેશે. જોકે, બ્લોક સમયગાળા દરમિયાન પનવેલથી કુલા (પ્લેટફોર્મ નં.8) વચ્ચે વિશેષ ટ્રેનો દોડાવવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : પર્યાવરણ પ્રધાન આદિત્ય ઠાકરેના ડ્રીમ પ્રોજેક્ટ પર પડશે હથોડો? હાઈ કોર્ટે આપ્યો આ આદેશ.. જાણો વિગતે.