286
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 12 ઓગસ્ટ, 2021
ગુરુવાર
મહારાષ્ટ્ર સરકારે બે ડોઝ સાથે 14 દિવસ પૂરા કરનારાઓને 15 ઓગસ્ટથી સ્થાનિક મુસાફરીની મંજૂરી આપી છે.
આ અંતર્ગત મુંબઈમાં વિવિધ રેલવે સ્ટેશનો ઉપર કાર્યરત હેલ્પડેસ્ક પર 23 હજારથી વધુ મુંબઈગરાઓએ લાઈનમાં ઉભા રહીને પાસ મેળવવાની પ્રક્રિયા પૂર્ણ કરી છે.
મુંબઈ મહાપાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલી અખબારી યાદીમાં જણાવાયું છે કે મધ્ય રેલવે પર સાંજે 6 વાગ્યા સુધી 16,798 પાસ વેચાયા હતા, જ્યારે પશ્ચિમ રેલવે પર કુલ 6,453 પાસ વેચાયા હતા.
એટલે કે પહેલા જ દિવસે કુલ 23,251 લોકોને માસિક પાસ આપવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે મુંબઈ પાલિકાના કાર્યક્ષેત્રમાં આવેલા 53 રેલવે સ્ટેશનો ઉપર 358 હેલ્પડેસ્ક શરૂ કરવામાં આવી હતી.
શું સત્તાધારી શિવસેનાની ધાક ઓછી થઈ ગઈ? પક્ષને મળતા ડોનેશનમાં થયો જબરદસ્ત ઘટાડો; જાણો વિગત
You Might Be Interested In