મુંબઈ શહેર

લો બોલો !! મુંબઈના વેપારીઓને વિરોધ કરવાનો અધિકાર પણ નથી. ખીજાયેલા બીએમસી અધિકારીઓએ આ પગલું લીધું. જુઓ વિડિયો...

Apr, 7 2021


ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 7 એપ્રિલ 2021

બુધવાર

મુંબઈ શહેરમાં વેપારીઓએ અનેક જગ્યાએ મુંબઈ મહાનગરપાલિકા નો વિરોધ કર્યો હતો. જોકે મુંબઇ મહાનગર પાલિકાના અધિકારીઓને આ વાત પસંદ ન પડી. સામાન્ય સમયે વેપારીઓને દાટ-ધમકી આપીને હફ્તો લઈ જનારા મુંબઈ મહાનગર પાલિકાના કર્મચારીઓએ વેપારીઓના વિરોધ પ્રદર્શનના પ્લેકાર્ડ અને હોર્ડિંગ ને પોતાના હાથે ફાડી નાખ્યા હતા.

મુંબઈ મહાનગરપાલિકાના આ પગલાંઓનો વેપારીઓએ પણ જોરદાર વિરોધ કર્યો. એનું કારણ એવું છે કે શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવો એ લોકતાંત્રિક અધિકાર છે. પરંતુ મુંબઇ મહાનગર પાલિકાના કર્મચારીઓ પોતાની જાતને મુંબઈ શહેર ના માલિક સમજી બેઠા છે. જુઓ વિડિયો.

બોરીવલી પૂર્વ માં વેપારીઓનું આંદોલન. રસ્તા પર બનાવી ચેન, બેનર પોસ્ટર સાથે ઉમટી પડ્યા વેપારીઓ. જુઓ વિડિયો..

 

Leave Comments