ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
23 ફેબ્રુઆરી 2021
નવી મુંબઈના એરોલી માં એક અરેરાટી જનક બનાવ બન્યો છે. અહીં બાર વર્ષનો એક નાનો બાળક કરંટ લાગવાથી મૃત્યુ પામ્યો છે. વાત એમ બની કે આ નાનકડો બાળક રસ્તાના ફૂટપાથ પર ચાલી રહ્યો હતો અને ત્યારે તેનો હાથ એક સીડી ને અડ્યો. તે વખતે આ સીડી વીજળીના થાંભલા ને અડેલી હતી. પરિણામ સ્વરૂપ વિજળી થઈ પ્રવાહિત થઈ જતા તે બાળકને જોરદાર કરંટ લાગ્યો અને તે ઘટના સ્થળ પર બળીને મરી ગયો.
આ સંદર્ભે પોલીસે વીજળી કંપની ની વિરુદ્ધમાં નિષ્કાળજી નો કેસ દર્જ કર્યો છે. ત્યાં સુધી એ વાતની જાણકારી મળી શકી નથી કે આ બાળક કયા પરિવારનું સંતાન છે. બાળક પૂર્ણ રીતે બળી ગયો હોવાને કારણે હવે તેનો ચહેરો પણ જોઈ શકાતો નથી.
રસ્તાના ફૂટપાથ પર બનેલી આ ઘટનાને કારણે સહુકોઇ સ્તબ્ધ છે.
Leave Comments