News Continuous Bureau | Mumbai
ગુડી પડવાના શુભ દિવસથી મુંબઈગરાની સેવામાં સામેલ થયેલી મુંબઈ મેટ્રો 7 અને મેટ્ર્રો-2એ મુંબઇ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટની તિજોરી છલોછલ ભરી નાખવાની છે. બંને મેટ્રો રેલવે લાઈન ચાલુ થઈને હજી બે દિવસ જ થયા છે અને બંને લાઈન પર મુંબઈગરાને તેને ભરપૂર પ્રતિસાદ આપ્યો છે.
આ સમાચાર પણ વાંચો : બહુપ્રતિક્ષિત મેટ્રો 2A અને 7 શરૂ થયાના ત્રીજા દિવસે મુંબઈ મેટ્રો આ કારણે પડી બંધ, ગુડી પડવા પર સીએમ ઉદ્ધવ ઠાકરેના હસ્તે થયું હતું ઉદ્ઘાટન
દહિસરથી ડી.એન. નગર (અંધેરી-વેસ્ટ) વચ્ચે દોડતી મેટ્રો 2-એ અને દહિસર (પૂર્વ)થી અંધેરી (ઇસ્ટ)વચ્ચેની મેટ્રો -7 પરની મેટ્રો રેલ ખીચોખીચ ભરીને જઈ રહી છે. બંને રૂટ પર પ્રવાસીઓના પ્રતિસાદથી એમએમઆરડીએ પણ ખુશખુશ થઈ ગયું છે.
સવારના પીક અવર્સમાં બંને રૂટ પર દોડેલી મેટ્રો ટ્રેન એકદમ ખીચોખીચ ભરી હતી. લોકલ ટ્રેનની માફક મેટ્રોમાં પ્રવાસીઓએ ભીડ કરી મૂકી હતી. ઘાટકોપર-વર્સોવા મેટ્રોની સરખામણીમાં આ બંને મેટ્રો લાઈનના ભાડા ઓછા છે, તેમ જ હાઈવે પરના ટ્રાફિકથી પણ છૂટકારો મળી ગયો છે. તેથી મોટી સંખ્યામાં મુંબઈગરાએ આ રૂટ પરની મેટ્રો પર ઓવારી ગયા છે અને મેટ્રોમાં ભીડ કરી મુકી છે.