મુંબઈ શહેર

માઠા સમાચાર : કોઈ પણ સુધરવા તૈયાર નથી. હવે પ્રતિબંધ લાવવા પડશે : મુંબઈના પાલિકા કમિશનર એ આપ્યા સંકેત.

Feb, 23 2021


ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

23 ફેબ્રુઆરી 2021

મુંબઈ મહાનગરપાલિકાના આયુક્ત ઈકબાલ સિંહ‌ ચહલ અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે વચ્ચે આજે મહત્વપૂર્ણ બેઠક થવાની છે. આ બેઠક શરૂ થાય તે અગાઉ મુંબઇ મહાનગરપાલિકાના કમિશનર એ ભયજનક સંકેતો આપ્યા છે. પોતાનું મંતવ્ય રજૂ કરતા પાલિકા કમિશનરે કહ્યું હતું કે મુંબઈ મહાનગરપાલિકાએ જે દિશા નિર્દેશ આપ્યા છે તે દિશાનિર્દેશોનું મુંબઈગરાઓ પાલન નથી કરી રહ્યા. દૈનિક હજારો લોકોને માસ્ક વગર પકડવામાં આવે છે. લોકો પાસેથી લાખો રૂપિયાનો દંડ લેવામાં આવે છે. તેમ છતાં લોકો ની આદત બદલાઈ નથી રહી. આ પરિસ્થિતિમાં આવનાર 15 દિવસ અત્યંત અઘરા છે.

હવે મુખ્યમંત્રી અને કમિશનર ની બેઠક બાદ નિર્ણય લેવાશે કે મુંબઈ સંદર્ભે શું કરવામાં આવશે

કોરોનાના ખતરા વચ્ચે મુંબઈની લોકલ ટ્રેનોમાં દૈનિક પ્રવાસીઓની સંખ્યા આટલા લાખ પર પહોંચી...

Leave Comments