ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૨ જુલાઈ, ૨૦૨૧
સોમવાર
નાઈટ્રોજન ડાયોક્સાઇડ પ્રદૂષણનો અભ્યાસ મુંબઈ, દિલ્હી, બેંગ્લોર, હૈદરાબાદ, ચેન્નાઈ, કોલકાતા, જયપુર અને લખનઉ જેવા ભારતના આઠ શહેરોમાં કરવામાં આવ્યો છે. ગ્રીનપીસ ઇન્ડિયાના બિહાઇન્ડ ધ સ્મોકસ્ક્રીન ના નવા અહેવાલમાં જણાવાયું છે કે દિલ્હીમાં પ્રદૂષણમાં મોટો વધારો જોવા મળ્યો છે, જ્યારે મુંબઈમાં નાઇટ્રોજન ડાયોક્સાઇડ પ્રદૂષણમાં 52 ટકાનો અધધધ વધારો જોવા મળ્યો છે.
દેશભરમાં કોવિડના કારણે થયેલા પ્રથમ લોકડાઉનના એક વર્ષ બાદ આઠ સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્યની રાજધાનીઓનો અભ્યાસ કર્યા બાદ પ્રદૂષણમાં વધારો જોવા મળ્યો છે. વાહનોમાં ઇંધણ બળે છે, વીજળી ઉત્પન્ન કરવામાં અને ઔદ્યોગિક પ્રક્રિયાઓ દરમિયાન વાતાવરણમાં નાઇટ્રોજન ડાયોક્સાઇડનું ઉત્સર્જન થાય છે. મુંબઈમાં લગભગ ૪૦ લાખ ખાનગી વાહનો છે. એટલે કે પરિવહન પ્રણાલી નિયંત્રણ બહાર છે.
આ સૌથી જોખમી પ્રદૂષક ડાયોક્સાઇડના એક્સપોઝરથી તમામ ઉંમરના લોકોના સ્વાસ્થ્ય પર માઠી અસર પડી શકે છે. આમાં શ્વસન સમસ્યાઓ, રુધિરાભિસરણ સમસ્યાઓ અને મગજની સમસ્યાઓ થઈ શકે છે. આના ઉપાય રૂપે સંસ્થા અનુસાર શહેરમાં ખાનગી વાહનોની સંખ્યા અને તેના ઉપયોગને પ્રતિબંધિત કરવાનું કાર્યસૂચિમાં હોવું જોઈએ. ઉપરાંત સૌથી ઓછી પ્રદૂષક પરિવહન પ્રણાલી લાગુ કરવી જોઈએ.
ઉલ્લેખનીય છે કે મુંબઈમાં નાઇટ્રોજન ડાયોક્સાઇડ પ્રદૂષણમાં 52%, દિલ્હીમાં 125% અને ચેન્નાઇમાં 94%નો વધારો થયો છે. તો બેંગ્લોરમાં 90%, જયપુર 47%, કોલકાતા 11% સહિત લેખાનઉમાં નાઇટ્રોજન ડાયોક્સાઇડમાં 32% ટકાનો જોખમી ઉછાળો નોંધાયો છે.