ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 17 ઑગસ્ટ, 2021
મંગળવાર
મુંબઈમાં છેલ્લા થોડા દિવસથી કોરોનાના દર્દીમાં ખાસ્સો એવો ઘટાડો થયો છે. સોમવારે મુંબઈમાં માત્ર 190 દર્દી નોંધાયા હતા અને માત્ર ત્રણનાં મોત થયાં હતાં. હાલ મુંબઈમાં માત્ર 2,749 કોરોનાના દર્દી પર સારવાર ચાલી રહી છે. કોરોનાની બીજી લહેર નિયંત્રણમાં આવવાની સાથે જ મુંબઈની ચાલીઓ અને ઝૂંપડપટ્ટીઓ પણ કોરોનામુક્ત થઈ ગઈ છે. સોમવાર સુધી મુંબઈમાં ઝૂંપડપટ્ટી અને ચાલીઓમાં એક પણ કન્ટેઈન્મેન્ટ ઝોન નહોતો.
મુંબઈમાં કોરોના નિયંત્રણમાં આવતાંની સાથે જ તબક્કાવાર નિયંત્રણો હળવા કરવામાં આવ્યાં છે. દુકાન, હૉટેલ ખોલ્યા બાદ ચોપાટી, બગીચા અને મેદાનો પણ રાતના 10 વાગ્યા સુધી ખુલ્લાં રાખવાની છૂટ આપી દેવામાં આવી છે. સોમવારના મુંબઈમાં 200થી પણ નીચે નવા દર્દી નોંધાયા હતા. દર્દી ઘટવાની સાથે જ ચાલી અને ઝૂંપડપટ્ટી પણ કોરોનામુક્ત થઈ ગઈ છે. જોકે હાલ મુંબઈમાં 21 જેટલાં બિલ્ડિંગ કન્ટેઈન્મેન્ટ ઝોનમાં હજી પણ છે.
બાપરે! દહિસરના કોવિડ સેન્ટરમાંથી પકડાયો આટલો મોટો અજગર; જાણો વિગત