ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨ ઓગસ્ટ ૨૦૨૧
સોમવાર
બોરીવલી પશ્ચિમ આજકાલ સમાચારોમાં છે. વાત એમ છે કે અહીં ચીકુવાડી વિસ્તારમાં આવેલા જોગર્સ પાર્કની પાછળના રોડ પર પ્રેમી પંખીડાઓ 24 કલાક હાજર રહે છે.
આ રસ્તો પ્રસ્તાવિત બાળ ઠાકરે સ્ટેડિયમ ને અડીને આવેલો છે. અહીં આખો દિવસ રસ્તાના કિનારે ઓટો રિક્ષા પાર્ક રહે છે. પરિણામ સ્વરૂપ ફૂટપાથ અને ઓટો રીક્ષા ની વચ્ચે ઘણી ખાલી જગ્યા રહેવા પામે છે. આ એકલ વિસ્તાર નો લાભ લઈને અનેક પ્રેમીપંખીડાઓ બાઈક પર તેમજ રિક્ષામાં આવી પહોંચે છે અને આખો દિવસ અહીં જ રહે છે. તેમજ એકાંતની પળ મળતા એકમેક સાથે વધુ નજીક આવી જાય છે.
આ સંદર્ભે સ્થાનિક નાગરિકોએ પોલીસને ફરિયાદ કરી છે. ફરિયાદ સંદર્ભે પોલીસે અનેક વાર રેડ પાડી અને પ્રેમી પંખીડાઓને પકડ્યા છે. પરંતુ પોલીસ સ્ટેશનમાંથી તેઓ છૂટી જાય છે.
ત્યારબાદ અઠવાડિયું રોકાઈ ને ફરી પાછા આ રસ્તા પર આવી પહોંચે છે.
અનેકવાર તો એવી પરિસ્થિતિ સર્જાઈ છે કે પોલીસ આવતાની સાથે જ રસ્તા ઉપર દોડાદોડ થઈ જાય છે.
આ બધી પરિસ્થિતિઓથી કંટાળીને આખરે સ્થાનિક નાગરિકોએ ફરજીયાત લખવું પડ્યું છે 'નો કિસિંગ પ્લીઝ..'