ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 10 જુલાઈ 2021
શનિવાર.
પશ્ર્ચિમ ઉપનગરના જુહૂ, વિલેપાર્લે, સાંતાક્રુઝ, ખાર(પશ્ર્ચિમ) તથા અંધેરીમાં આવતા મંગળવારે એક દિવસ માટે પાણી પુરવઠો ખંડિત થવાનો છે. તો અમુક વિસ્તારમાં ઓછા દબાણ સાથે પાણી પુરવઠો થવાનો છે. તેથી લોકોને પાણી ભરીને રાખવાની અપીલ મુંબઈ મહાનગરપાલિકાએ કરી છે.
મુંબઈમાં પ્રતિબંધો હળવા કરવાને મુદ્દે મુંબઈ મહાનગરપાલિકાએ લીધો આ નિર્ણય જાણો વિગત
લાંબા સમયથી પશ્ર્ચિમ ઉપનગરમાં ઓછો દબાણ સાથે પાણી મળી રહ્યું હોવાની ફરિયાદ આવી રહી હતી. તેથી મુંબઈ મહાનગરપાલિકા વેરાવલી જળાશયમાં બાંદરા આઉટલેટસ પર પાઈપલાઈનમાં વ્યાસ બદલવાનું કામ કરવાની છે. આ કામ 13 જુલાઈના કરવામાં આવવાનું છે. તેથી એક દિવસ માટે જુહૂ, વિલેપાર્લે, સાંતાક્રુઝ, ખાર(પશ્ર્ચિમ) તથા અંધેરીમાં પાણી પુરવઠો બંધ રહેશે. તો અમુક જગ્યાએ ઓછા દબાણ સાથે પાણી પૂરવઠો થશે. તેથી લોકોને પાણીનો સ્ટોક કરી રાખવાની તથા જતનપૂર્વક પાણી વાપરવાની પાલિકાએ અપીલ કરી છે.