News Continuous Bureau | Mumbai
મુંબઈના(Mumbai) જગપ્રસિદ્ધ મહાલક્ષ્મી મંદિર(Mahalakshmi Temple) પર જલદી શુદ્ધ સોનાનો ગુંજબ(Pure Gold dome ) ચકચકિત થતો જોવા મળવાનો છે. ઓમાન સ્થિત વેપારીએ(Oman businessman) મહાલક્ષ્મી મંદિરમાં સોનાનો ગુંબજ અપર્ણ કરવાનો નિર્ધાર કર્યો છે.
મૂળ કોઈમ્બતુરના વેપારી પી. પેરિયાસામી(P. Periyasamy) મંદિરના ગુંબજ પર 10 કરોડ રૂપિયાના ખર્ચે સોનાનો ઢાળ(Gold gradient) ચઢાવવાનો છે, તેણે મહાલક્ષ્મી મંદિર ટ્રસ્ટનો(Temple Trustee) સંપર્ક કરવા માટે શંકરાચાર્ય કાંચી કામકોટી પીતમના હસ્તક્ષેપની માગણી કરી હતી. મહાલક્ષ્મી ટ્રસ્ટે મંદિરના ગુંબજને સોનાનો ઢાળ ચઢાવવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી હોવાનું જાણવા મળ્યું છે.
મીડિયામાં આવેલા અહેવાલ મુજબ નવી નોકરીમાં જોડાવવા ઈચ્છુક પેરિયાસામી ઓમાનની ફ્લાઈટ(Oman flight) પકડવા મુંબઈ આવ્યો હતો. એ સમયે મુંબઈમાં 26 નવેમ્બરની આસપાસ મુંબઇમાં આતંકવાદી(Terrorist Attack) હુમલો થયો હતો. પરંતુ ફ્લાઈટ ફરી શરૂ ન થવાથી તે પખવાડિયા માટે મુંબઈમાં ફસાયેલો હતો. આ દરમિયાન તે અવારનવાર મહાલક્ષ્મીના મંદિરમાં દર્શન માટે આવતો હતો અને હંમેશા વિદેશમાં સ્થાયી(settled abroad) થવા માટે પ્રાર્થના કરતો હતો.
મુંબઈ-અમદાવાદ વચ્ચે અટવાયેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટને મળશે ગતિ- નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહી દીધી આ મોટી વાત- જાણો વિગત
ઓમાન ગયા બાદ તેણે પાવાર ટ્રાન્સફોર્મરનો બિઝનેસ (Transformer business) ચાલુ કર્યો હતો, જેમાં એક વેપારીએ 50 ટકા રોકાણ કરતા તેનો બિઝનેસ 1,400 કરોડ રૂપિયાનો થઈ ગયો હતો. તે ઓમાનમા સેટલ થઈ જતા તેણે પોતાના જૂના વિકટ દિવસો દરમિયાન મહાલક્ષ્મી મંદિરમાં પ્રાર્થના કરી હતી, તેની માનતા પૂરી થતા તેણે ગુંબજ પર સોનાનો ઢાળ ચઢાવવાનો નિર્ણય લીધો હતો.
મંદિરના ટ્રસ્ટે તેની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. જોકે મંદિર હેરિટેજ શ્રેણીમાં આવતું હોઈ હેરિટેજ કમિટીની(Heritage Committee) મંજૂરી લીધા બાદ આગળ કામ થશે એવું મંદિરના ટ્રસ્ટનું કહેવું છે.