ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 13 ઓક્ટોબર, 2021
બુધવાર
દહિસર વોર્ડમાં નવરાત્રિ રસીકરણનું આયોજન કરીને ઉજવાઈ છે. શિવસેનાના ઉપનેતા, મ્હાડાના સભાપતી વિનોદ ઘોસાળકરના માર્ગદર્શન હેઠળ વૉર્ડ નં. 1ના શિવસેનાના નગરસેવિકા તેજસ્વી ઘોસાળકરના પ્રયત્નથી અને મહાનગરપાલિકાના સહકાર્યથી વિશેષ રસીકરણ ઝુંબેશનું આયોજન કરાયું હતું.
સુરાણા હોસ્પિટલના માધ્યમથી વિનામૂલ્યે વેક્સિનેશન ડ્રાઈવ યોજાઈ હતી. 'મારો વૉર્ડ, મારી જવાબદારી' હેઠળ થયેલી આ ઝુંબેશમાં વૉર્ડની એક પણ વ્યક્તિ રસી લીધા વગર રહી ન જાય તેવો સંકલ્પ નવરાત્રિ નિમિત્તે ઘોસાળકરે લીધો હતો.
બોરીવલી વેસ્ટના ગણપત પાટીલ નગરમાં 8, 9 અને 10 ઓક્ટોબર એમ ત્રણ દિવસની શિબિર યોજાઈ હતી. શિબિર માટે ૧૨ હજાર ડોઝ મળ્યા હતા. નાગરિકોના આગ્રહને લીધે ચોથા દિવસે પણ રસીકરણ લંબાવાયુ હતું. ચાર દિવસ દરમિયાન ૧૧,૪૦૦ નાગરિકોએ રસી લીધી હતી.
સંપૂર્ણ રાજ્ય કોરોના મુક્ત કરવાનું મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના આવાહન અનુસાર આ વિશેષ રસીકરણ મુહિમ યોજાઈ હતી. જેની માહિતી વિનોદ ઘોસાળકરે આપી હતી.