ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૭ જુલાઈ, ૨૦૨૧
શનિવાર
એક તરફ કેન્દ્રીય આરોગ્ય વિભાગે નાગરિકોને 100 દિવસ સતર્ક રહેવાની ચેતવણી આપી છે. ત્રીજી લહેરની પૃષ્ઠભૂમિ સામે, વડા પ્રધાન મોદીએ પણ નાગરિકોને રસી લેવા સૂચવ્યું છે. જોકેરસીના મર્યાદિત સ્ટૉકને કારણે મુંબઈમાં ફરીથી રસીકરણ કેન્દ્રોની બહાર લોકોની ભારે ભીડ જોવા મળી છે.
મુંબઈમાં BKC જમ્બો કોવિડ સેન્ટરની બહાર નાગરિકોની આજે સવારથી જ ભીડ જોવા મળી છે. લોકો સવારે પાંચ વાગ્યાથી રસી મેળવવા માટે લાઇનમાં લાગી ગયા હતા. અહીંઑનલાઇન સ્લૉટ બુક કરીને આવેલા લોકોને ૫૦ ટકા રસીનો પુરવઠો અને ૫૦ ટકા ડાયરેક્ટ વૉકઇન ધોરણે રસી આપવામાં આવે છે, પરંતુ રસીના અપૂરતા સ્ટૉકને કારણે લોકોની રસ્તાની બંને બાજુએ લાંબી લાઇન લાગી હતી.
ઉલ્લેખનીય છે કે આ માર્યાદિત સ્ટૉકને કારણે સીધા રસી લેવા આવેલા લોકોને નિરાશા સાથે ફરી ઘરે મોકલવામાં આવ્યા હતા. આ ઘટનાને લઈ વહેલી સવારથી લાઇનમાં ઊભેલા નાગરિકો રોષે ભરાયા હતા અને તંત્ર પ્રત્યેનો પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો.