News Continuous Bureau | Mumbai
મુંબઈના સ્ટેડિયમાં લાકડી સાથે ધ્વજ લઈને IPLની મેચ જોવા આવેલા પ્રેક્ષકોને પોલીસે અટકાવ્યા હોવાના બનાવ બન્યા છે. પોલીસના કહેવા મુજબ આ ધ્વજની સાથે રહેલી લાકડીનો ઉપયોગ હિંસા માટે થઈ શકે છે. તેથી આ ધ્વજને નામંજૂર કરવામાં આવ્યા હતા.
કોરોના મહામારી પહેલા IPL મેચ જોવા આવનારા પ્રેક્ષકોને પ્લાસ્ટિકની લાકડીઓ સાથેના ધ્વજ સાથે પ્રવેશ મળતો હોવાનું કહેવાય છે. પરંતુ આ વર્ષે પોલીસે અનેક ચાહકોને આવા ધ્વજ સાથે સ્ટેડિયમમાં પ્રવેશ કરતા અટકાવ્યા છે.
આ સમાચાર પણ વાંચો : ST કર્મચારીઓના આંદોલનથી CST સ્ટેશન પર તણાવભરી પરિસ્થિતિ, મોટી સંખ્યામાં પોલીસ કર્મચારી તહેનાત, જોકે લોકલ ટ્રેનને અસર નહીં. જાણો વિગતે
IPLની આ વર્ષની સીઝન દરમિયાન પોલીસ અને ભારતીય ક્રિકેટ બોર્ડના કહેવા મુજબ લાકડીઓ સાથેના આ ધ્વજનો ઉપયોગ કોઈને મારવા માટે કે પછી મેદાનની અંદર ફેંકવા માટે થઈ શકે છે. તેને કારણે કોઈ પણ ખિલાડી સાથે પ્રેક્ષકને પણ નુકસાન થઈ શકે છે. તેથી પોલીસે આ પ્લાસ્ટિકની લાકડીઓ સાથેના ધ્વજને હિંસાનું શસ્ત્ર ગણાવીને તેની સાથે સ્ટેડિયમાં પ્રવેશ આપવાનો ઇનકાર કર્યો છે.