ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 12 ઓગસ્ટ. 2021
ગુરુવાર
મહારાષ્ટ્ર સરકારે હવે મુંબઈ શહેરની ઉપનગરીય રેલવે માટે પાસ ખરીદવા સંદર્ભે ના નિયમો બહાર પાડયા બાદ વેરિફિકેશન સુવિધાને સરળ બનાવી છે. મહારાષ્ટ્ર સરકારે જાહેર કરેલા આદેશ મુજબ હવે રેલવે સ્ટેશનની બહાર ઉપરાંત ઓનલાઇન વેરિફિકેશન કરી શકાશે. તેમજ આ વેરિફિકેશન દ્વારા રેલવેના ટિકિટ કાઉન્ટર પર જઈને માસિક પાસ ખરીદી શકાશે.
શી રીતે પાસ ખરીદશો? આ રહી પદ્ધતિ…
૧. કોમ્પ્યુટર અથવા મોબાઇલ ફોનમાં બ્રાઉઝર માં https://epassmsdma.mahait.org આ લીંક ટાઈપ કરો.
૨. અહીં જોઈતી માહિતી અપલોડ કરો. એટલે કે વેરીફીકેશન સર્ટીફિકેટ નો નંબર તેમજ આધાર કાર્ડ અથવા પેન કાર્ડ વિગત.
૩. આપોઆપ ખબર પડી જશે કે જે તે વ્યક્તિ રેલવેમાં પાસ લેવા માટે લાયકાત ધરાવે છે કે નહીં.
૪. જે કોઇ વ્યક્તિને વેકસીન લીધા પછી ૧૪ દિવસ પૂરા નહીં થયા હોય તે વ્યક્તિ ની એપ્લિકેશન 14 દિવસ સુધી અધુરી રહેશે, ત્યારબાદ આપોઆપ વેરિફિકેશન થઈ જશે.
૫. આ લીંક મોબાઇલમાં store કર્યા પછી જે તે વ્યક્તિએ રેલવે સ્ટેશનના ટિકિટ કાઉન્ટર પર જવાનું રહેશે અને કાઉન્ટર પર મોજુદ રેલવે કર્મચારી ને તે લિંક દેખાડવાની રહેશે.
૬. આ લીંક ના આધારે પૈસા ચૂકવ્યા બાદ માસિક પાસ મળી શકશે.