ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 15 ફેબ્રુઆરી 2022,
મંગળવાર,
મુંબઈ મહાનગરપાલિકાના વોર્ડની ફેરરચનાના નોટિફિકેશનની માન્યતાને મુંબઈ હાઈ કોર્ટમાં જાહેર હિતની અરજી મારફત પડકારવામાં આવી છે. તેની નોંધ લઈને હાઈકોર્ટે સોમવારે રાજ્ય ચૂંટણી પંચને આ અંગે તેની સ્થિતિ સ્પષ્ટ કરવા નિર્દેશ આપ્યો હતો અને મંગળવારે વધુ સુનાવણી હાથ ધરવાનું નક્કી કર્યું છે.
મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીના છ મહિના પહેલા મતવિસ્તારનો વિસ્તાર અને સીમાંકન બદલી શકાય નહીં. તેથી વોર્ડની ફેરરચનાના ડ્રાફ્ટની પ્રક્રિયા અયોગ્ય અને ખોટી છે અને તેને રદ કરવી જોઈએ એવી માંગણી પણ આ અરજીમાં કરવામાં આવી છે.
રાજ્ય ચૂંટણી પંચ દ્વારા મુંબઈ મહાનગરપાલિકાના કમિશનરને કાયદાની જોગવાઈઓ મુજબ આવશ્યક અધિકાર આપવામાં આવ્યા નથી. તેમાં આગામી મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી માટે મુંબઈમાં વોર્ડની સંખ્યા 227 થી વધારીને 236 કરવામાં આવી છે. મુંબઈ શહેર અને પૂર્વ-પશ્ચિમ ઉપનગરોમાં પ્રત્યેક ત્રણ વોર્ડ ધરાવે છે.
તો મુંબઈગરાએ પાર્કિંગ માટે વધુ ફી ચૂકવવી પડશે; જાણો વિગત
તે મુજબ પાલિકા કમિશનરે પહેલી ફેબ્રુઆરીએ વોર્ડની પુનર્રચનાના ડ્રાફ્ટના સંદર્ભમાં સૂચનો અને વાંધા મગાવ્યા છે, તે માટે 14 ફેબ્રુઆરી સુધીની મુદત હતી. ભાજપના નેતા રાજહંસ સિંહ અને MNSના સાગર દેવરે મુંબઈ હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને દાવો કર્યો છે કે વોર્ડની પુનર્રચના ગેરકાયદેસર છે.
કમિશનરે જણાવ્યું હતું કે રાજ્ય ચૂંટણી પંચે છ ફેબ્રુઆરી, 2015ના રોજ અધિકાર આપ્યા બાદ જ સૂચના જારી કરવામાં આવી હતી. જો કે, અરજદારોએ દાવો કર્યો છે કે ચૂંટણી પંચે 15 જૂન, 2016ના રોજના આદેશને રદ કર્યો હતો.