News Continuous Bureau | Mumbai
મુંબઈમાં નાગરિકોના ઘરમાંથી નીકળતા સૂકા અને ભીના કચરાની સાથે જ હવે જોખમી કચરા પર પણ પ્રક્રિયા કરવાનો મુંબઈ મહાનગરપાલિકાએ નિર્ણય લીધો છે. જોખમી કચરાનો નિકાલ કરવા પ્લાઝમા ટૅક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવવાનો છે. તે માટે મુંબઈમાં આઠ ઠેકાણે પ્રોસેસીંગ સેન્ટર ઉભા કરશે.
પાલિકા હાલ સૂકા અને ભીના કચરા પર પ્રક્રિયા કરીને તેનો નિકાલ કરે છે. પરંતુ અનેક પ્રકારના જોખમી કચરા ઉદાહરણ તરીકે માસ્ક, સૅનિટરી નેપકિન્સ વગેરેનો નાશ કરવામાં ભારે મુશ્કેલીઓ થાય છે. તેથી આવા કચરાના નિકાલ માટે પાલિકાએ હવે યોજના બનાવી છે.
આ સમાચાર પણ વાંચો : બોમ્બે યુનિવર્સટીમાં બોમ્બ હોવાની ધમકી આપનારો રીઢો ગુનેગાર ગણતરીના કલાકમાં ઝબ્બે… જાણો વિગતે
મુંબઈમાં પ્રતિદિન લગભગ 6,800 મેટ્રિક ટન કચરો નીકળે છે, જેમાંથી 5,000 મેટ્રિક ટન કચરા પર કાંજુરમાર્ગ ડમ્પિંગ ગ્રાઉન્ડમાં પ્રક્રિયા થાય છે. તો દેવનાર ડમ્પિંગ ગ્રાઉન્ડ માં 1800 મેટ્રિક ટન કચરા પર પ્રક્રિયા થાય છે. કુલ કચરામાંથી નાગરી કચરામાં અવિધટન થનારા, રાસાયણિક અને જૈવિક કચરા પર પ્રક્રિયા કરીને તેનો કોઈ ઉપયોગ કરી શકાતો નથી. તેથી આવા કચરાના નિકાલ માટે પ્લાઝ્મા ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવવાનો છે.
મુંબઈ આઠ જગ્યાએ આવા જોખમી કચરા પર પ્રક્રિયા કરવા માટે સેન્ટર ઊભા કરવામાં આવવાના છે. ખાનગી કોન્ટ્રાક્ટરને તે માટે 24 કરોડ 77 લાખ 28 હજારનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે.