ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 16 ઑક્ટોબર, 2021
શનિવાર
મુંબઈમાં 2થી 18 વર્ષનાં 30 લાખ બાળકો માટે પાલિકાએ રસીકરણની એક યોજના તૈયાર કરી છે. નગરપાલિકાની મોટી હૉસ્પિટલો, ઉપનગરીય હૉસ્પિટલો, નર્સિંગ હોમ્સ અને કોવિડ કેન્દ્રો પર રસીકરણ હાથ ધરવામાં આવશે. કેન્દ્ર સરકાર બાળકોના રસીકરણની સૂચના આપે એ પછી 2થી 3 દિવસમાં 1,500 આરોગ્ય કર્મચારીઓને તાલીમ આપીને રસીકરણ શરૂ કરવામાં આવશે. અધિક કમિશનર સુરેશ કાકાણીએ આ માહિતી આપી હતી.
મુંબઈમાં 16 જાન્યુઆરીથી રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે. 13 ઑક્ટોબર સુધી 18 વર્ષથી ઉપરના 90 લાખ લાભાર્થીઓને અત્યાર સુધીમાં કુલ 1 કરોડ 33 લાખ 13 હજાર 138 ડોઝ આપવામાં આવ્યા છે. એમાંથી 85 લાખ 60 હજાર 415 લોકોએ પ્રથમ ડોઝ લીધો અને 47 લાખ 52 હજાર 723 લોકોએ બીજો ડોઝ લીધો. દરમિયાન, કેન્દ્ર સરકારના ડ્રગ્સ કંટ્રોલ ઑફ ઇન્ડિયાએ મંગળવારે બાળકોના રસીકરણ માટે કોવેક્સિન રસીનો તાત્કાલિક ઉપયોગ કરવાની મંજૂરી આપી હતી. જોકે કેન્દ્રીય મંત્રાલયે એને તાત્કાલિક અમલમાં મૂકવાનો ઇનકાર કરતાં કહ્યું હતું કે હજુ કામ કરવાનું બાકી છે. જોકે પાલિકાએ બાળકોના રસીકરણ માટે આયોજન શરૂ કરી દીધું છે, કારણ કે એને કોઈ પણ ક્ષણે કેન્દ્ર પાસેથી પરવાનગી મળે એવી શક્યતા છે.
કૉર્પોરેશન દ્વારા કંજુરમાર્ગ ખાતે શરૂ કરાયેલા સેન્ટ્રલ કોલ્ડ સ્ટોરેજ સેન્ટરમાં એક કરોડ ડોઝ સંગ્રહ કરવાની ક્ષમતા છે. F/સાઉથ ડિવિઝન ઑફિસની જગ્યા પર પણ વ્યવસ્થા છે. એથી જો રસીકરણ શરૂ કરવામાં આવે તો ડોઝ સંગ્રહિત કરવામાં કોઈ મુશ્કેલી નહીં આવે.
આ વ્યકિતના કહેવાથી રતન તાતાએ ખરીદ્યુ હતું ઍર ઇન્ડિયા, જાણો એ વ્યકિત વિશે
મોટી અને ઉપનગરીય હૉસ્પિટલો સાથે, નર્સિંગ હોમ, કોવિડ કેન્દ્રમાં રસીકરણ કરી શકાય છે. બાળકોની હૉસ્પિટલો, ખાનગી હૉસ્પિટલોમાં પણ રસીકરણની મંજૂરી આપવામાં આવશે.
મુંબઈમાં 2 થી 18 વર્ષનાં 30 લાખ બાળકો માટે પાલિકાએ રસીકરણની એક યોજના તૈયાર કરી છે. નગરપાલિકાની મોટી હૉસ્પિટલો, ઉપનગરીય હૉસ્પિટલો, નર્સિંગ હોમ્સ અને કોવિડ કેન્દ્રો પર રસીકરણ હાથ ધરવામાં આવશે. કેન્દ્ર સરકાર બાળકોના રસીકરણની સૂચના આપે એ પછી 2થી 3 દિવસમાં 1,500 આરોગ્ય કર્મચારીઓને તાલીમ આપીને રસીકરણ શરૂ કરવામાં આવશે. અધિક કમિશનર સુરેશ કાકાણીએ આ માહિતી આપી હતી.