ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 11 જૂન 2021
શુક્રવાર
અનેક લોકો એસ્સેલ વર્લ્ડ ગયા હશે. અહીં વોટર કિંગડમ માં એક રાઈડ છે. જે રાઈડમાં લોકો કારમાં બેસે છે અને ત્યારબાદ તે કાર પાણીમાંથી થઈને પસાર થાય છે ત્યારે પાણી ચારે તરફ ઉડે છે તેમ જ તે ગાડીમાં પણ પાણી ભરાઈ જાય છે. કંઈક આવું જ દ્રશ્ય બે દિવસ અગાઉ પડેલા જોરદાર વરસાદ માં જોવા મળ્યું. વાત એમ છે કે રસ્તા પર કમર જેટલા પાણી ભરાઈ જવાને કારણે જ્યારે બસ પાણીમાંથી પસાર થઈ ત્યારે બસના બંને દરવાજામાંથી જોરદાર પાણી અંદર ધસી આવ્યું.
બાંદ્રા અને માલવણી પછી દહીસર માં ઈમારત તૂટી પડી. આટલા લોકોના મૃત્યુ થયા. જાણો વિગત
પરિણામ સ્વરૂપ બસમાં બેઠેલા લોકો ભીંજાઈ ગયા. આ વીડિયો જોઈને એસેલ વર્લ્ડ ની યાદ આવે છે. તમે પણ જુઓ વિડિયો.
એસ્સેલ વર્લ્ડ ની સફર મુંબઈની બેસ્ટ બસમાં, ચાલુ બસે ઘૂંટણ જેટલા પાણી ઘૂસી ગયા. જુઓ વિડિયો.#Mumbai #rain #BESTbus #passenger pic.twitter.com/s1bt6nC0g4
— news continuous (@NewsContinuous) June 11, 2021