News Continuous Bureau | Mumbai
મુંબઈમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવાનું ભારે પડી શકે છે. ટ્રાફિકમાં સતત હોર્ન વગાડીને નોઇઝ પોલ્યુશન વધારનારા સામે આકરા પગલાં લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં વગર કારણે હોર્ન વગાડતા પકડાયા તો દંડ તો ભરવો જ પડશે પણ સાથે જ ત્રણ કલાક પોલીસ સ્ટેશનમાં પણ બેસીને ટ્રાફિકના નિયમોનું શીખવા પડવાના છે.
મુંબઈ પોલીસ કમિશનર સંજય પાંડે મુંબઈમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની મુંબઈગરાને સતત અપીલ કરતા હોય છે. પાર્કિંગથી લઈને ટ્રાફિકના નિયમોને લઈને તેમણે અનેક મહત્વના પગલા લીધા છે. તેમા હવે તેમણે વગર કારણે હોર્ન વગાડનારાઓ તેમણે ચેતવણી આપી છે.
આ સમાચાર પણ વાંચો : યુદ્ધ જહાજ વિક્રાંત ફંડ કલેકશન કેસમાં સોમૈયા પિતા-પુત્રની અડચણો વધશે? ભૂગર્ભ જતા રહ્યા હોવાનો શિવસેનાના નેતા સંજય રાઉતનો દાવો..જાણો વિગતે
રસ્તા પર અથવા ટ્રાફિકમાં સતત હોર્ન વગાડીને નોઇઝ પોલ્યુશન વધારનારા સામે આકરા પગલાં લેવાનો નિર્ણય પોલીસ કમિશનરે લીધો છે, જેમાં વગર કારણે હોર્ન વગાડતા પકડાયા તો સંબંધિત વ્યક્તિને દંડ તો ભરવો જ પડશે. પરંતુ એ સાથે જ ત્રણ કલાક પોલીસ સ્ટેશનમાં પણ બેસીને ટ્રાફિકના નિયમો પણ શીખવા પડવાના છે. એ સજાને પણ લોકોએ ગંભીરતાપૂર્વક નહીં લીધો તો તેમને ટ્રાફિકના નિયમોને લઈને પરીક્ષા આપવી પડશે એવી ચોખ્ખા શબ્દોમાં તેમણે ચેતવણી આપી છે.