ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,4 જાન્યુઆરી 2022
મંગળવાર.
મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં કોરોનાના દર્દીની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. પરિસ્થિતિ હજી ગંભીર થવાની શકયતા છે. તેથી ફરી લોકડાઉનનું સંકટ ઊભું થયું છે, તેથી શું સામાન્ય નાગરિકોના લોકલ ટ્રેનમાં પ્રવાસ પર પણ ફરી પ્રતિબંધ આવી જશે કે એવો સવાલ સામાન્ય મુંબઈગરાને થઈ રહ્યો છે. ત્યારે લોકલ ટ્રેનમાં પ્રવાસ પર પ્રતિબંધ મૂકવાનો હજી સુધી કોઈ પ્રસ્તાવ આવ્યો ન હોવાનું પાલિકાના ઉચ્ચ અધિકારીઓનું કહેવું છે. તેથી હાલ પૂરતું મુંબઈગરાને રાહત મળી છે.
મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં ત્રીજી લહેરનું આગમન થઈ ગયુ હોવાનું કહેવાય છે. અઠવાડિયાની અંદર કેસમાં ઘરખમ વધારો થયો છે. ઓમીક્રોનને કારણે ચિંતા હજી વધી ગઈ છે. તેથી બહુ જલદી ફરી લોકડાઉનનો સામનો કરવો પડે એવી શક્યતા છે. એ વચ્ચે લોકલ ટ્રેનના પ્રવાસ પર ફરી પ્રતિબંધ મુકાઈ જવાની શક્યતા ચર્ચાઈ રહી છે. જોકે હાલ એવો કોઈ પ્રસ્તાવ ચર્ચા માટે આવ્યો ન હોવાનું પાલિકાના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું.
શું વાત છે, વરલીની બી.ડી.ડી. ચાલી આજે તૂટવાની શરૂઆત થઈ. પુનર્વિકાસ શરૂ થયો. જાણો વિગત
પાલિકાના ઉચ્ચ અધિકારીના કહેવા મુજબ મુંબઈનો પોઝિટિવિટી રેટ અને કોવિડના દર્દીની સંખ્યા વધી રહી છે. પાલિકા તમામ ઉપાયયોજના અમલમાં મૂકી રહી છે. પાલિકા કોઈ પણ સંકંટનો સામનો કરવા તૈયાર છે. છતાં આવશ્યકતા જણાઈ તો ટાસ્ક ફોર્સ સાથે ચર્ચા કર્યા બાદ યોગ્ય નિર્ણય લેવામાં આવશે. હાલ મુંબઈમાં 90 ટકા દર્દીઓમાં કોઈ લક્ષણો જણાયા નથી. ફકત ચારથી પાંચ ટકા દર્દીઓને જ હોસ્પિટલમાં દાખલ કરવા પડી રહ્યા છે. છતાં પાલિકાએ પૂરતી તૈયારી રાખી છે.