ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૦ જુલાઈ, ૨૦૨૧
શનિવાર
ગોરેગામની આરે મિલ્ક કૉલોનીમાં દર વખતની માફક વરસાદ આવતાં જ રસ્તા ફરી ધોવાઈ ગયા છે. અહીં રસ્તાનું સમારકામ કરવાની જવાબદારી પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ (PWD)ની છે. હજી ગયા અઠવાડિયામાં જ આ રસ્તાનું સમારકામ થયું હતું, પરંતુ એક વરસાદમાં હાલત પહેલાં જેવી થઈ ગઈ છે.
આ વિસ્તારના રહેવાસીઓ સતત પોતાની આ સમસ્યા વિવિધ પ્રસાર માધ્યમો દ્વારા વ્યક્ત કરતા આવ્યા છે. અહીંના દોઢ કિલોમીટરના પટ્ટામાં જ ૫૦૦ જેટલા ખાડાઓ છે, એટલે કે રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તો એ જ સમજાતું નથી. આ રસ્તા પરથી પ્રવાસ કરતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.
લોકલ ટ્રેન સંદર્ભે આગામી આઠ દિવસમાં છેલ્લો નિર્ણય લેવાશે
આ મુદ્દે PDWના અધિકારીએ એક મીડિયા હાઉસને જણાવ્યું હતું કે વરસાદની સિઝનમાં કામચલાઉ ધોરણે કામ કરવામાં આવે છે. વરસાદ જશે પછી પાક્કા પાયે કામ કરવામાં આવશે. જોકે દર વર્ષે અહીં આવો જ નજારો જોવા મળે છે. દર વખતની માફક આ વર્ષે પણ રિપેરિંગ કામમાં ખર્ચાયેલા લાખો રૂપિયા એક જ ઝાટકે ધોવાઈ ગયા છે.