ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,3 નવેમ્બર, 2021
બુધવાર.
કોર્પોરેશનમાં હંમેશાથી સત્તાધારી પાર્ટી પર પોતાના નગરસેવકોને વધુ ભંડોળ આપવામા આવતું હોવાનો આરોપ થતો આવ્યો છે. મુંબઈ મહાનગરપાલિકામાં પણ સત્તાધારી શિવસેનાએ પોતાના નગરસેવકોને અન્ય પક્ષોના નગરસેવક કરતા ઓછું ભંડોળ આપ્યું હોવાનો આરોપ થઈ રહ્યો છે ત્યારે સત્તાધારી પાર્ટીના નગરસેવક વિજેન્દ્ર શિંદેએ જ પાલિકા પ્રશાસન પાસે ભંડોળની વહેંચણી કઈ રીતે થાય છે અને તેની શું પોલીસી છે તે બાબતે માહીતી માગી હતી. તેના પર પાલિકા પ્રશાસને ચોખવટ કરી છે કે ભૌગોલિક વિસ્તારને આધારે, જે-તે વોર્ડમાં નાગરિકોની સંખ્યા, વોર્ડમાં નગરસેવકની સંખ્યા, સ્થાનિક આવશ્યકતાને ધ્યાનમા રાખીને ભંડોળની વહેંચણી કરવામાં આવતી હોય છે.
જો તમારે ધાર્મિક યાત્રા પણ કરવી હોય, અને મઝા પણ માણવી હોય તો, ઉત્તરાખંડના આ સ્થળ ની લો મુલાકાત
અહીં ઉલ્લેખનીય છે કે પાલિકા પ્રશાસન તરફથી નગરસેવકોને તેમના વોર્ડમાં ખર્ચો કરવા માટે ભંડોળ ફાળવવામાં આવે છે. કોને કેટલા નાણા આપવા તેનો નિર્ણય સામાન્ય રીતે મેયર કરતા હોય છે. ત્યારે આ વર્ષે ભાજપે તેમના નગરસેવકોને ઓછું ભંડોળ આપવામાં આવ્યું હોવાનો આરોપ કર્યો હતો.