ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 ઑક્ટોબર, 2021
બુધવાર
મુંબઈ મહાનગરપાલિકાના પાણી વિભાગના એન્જિનિયરને સારી પેઠે માર્યા પછી મંદિરમાં ગોંધી રાખવાના ગુના હેઠળ નગરસેવક કિરણ લાડગેની ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે. કિરણ લાડગે ઘાટકોપર પશ્ચિમ વિસ્તારના એક વૉર્ડમાં 160માંથી અપક્ષ નગરસેવક તરીકે ચૂંટાઈ આવ્યા છે.
તેમની વિરુદ્ધમાં મુંબઈ મહાનગરપાલિકાના એન્જિનિયરે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી કે સર્વ પ્રથમ તેને ધમકાવવામાં આવ્યો હતો અને ત્યાર બાદ તેની મારપીટ કરવામાં આવી હતી.
તહેવારોમાં પણ ઇંધણના ભાવ ભડકે બળ્યા, મુંબઈમાં પેટ્રોલ 113ને પાર તો ડીઝલ પણ આટલા રૂપિયાને પાર
આ ફરિયાદ બાદ પોલીસે તપાસ કરી હતી અને આ પ્રકરણમાં નગરસેવક કિરણની ધરપકડ નિશ્ચિત હતી. આ સમગ્ર પ્રકરણ સંદર્ભે કિરણે બૉમ્બે હાઈ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી, જેને નકારવામાં આવી છે. હવે ગમે એ ઘડીએ તેમની ધરપકડ શક્ય છે.