ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,17 જુલાઈ 2021
શનિવાર,
દેશના હજારો ગામડામાં હજી સુધી વીજળી પહોંચી શકી નથી. પરંતુ દેશની આર્થિક રાજધાની મુંબઈના જ એક ખૂણામાં આવેલા વિસ્તારની હાલત પણ કંઈ આવી છે. અહીના નાગરિકો 40 વર્ષથી અંધારામાં જીવી રહ્યા હતા. છેવટે સ્થાનિક નગરસેવક જગદીશ ઓઝાના પ્રયાસ બાદ દહિંસર (પૂર્વ)માં આવેલા સદાનંદ ચાલી વિસ્તારમાં રહેવાસીઓના વીજળીનું જોડાણ મળ્યું છે.
નગરસેવક જગદીશ ઓઝાના જણાવ્યા મુજબ સદાનંદ ચાલીમાં છેલ્લા 40 વર્ષથી વીજળીનું જોડાણ મળ્યું નહોતું. તેથી અહીના રહેવાસીઓ વર્ષોથી અંધારામાં જ રહેતા હતા. મુંબઈનો ભાગ હોવા છતા અહીંના રહેવાસીઓ તેમના મૂળભૂત અધિકારી કહેવાતા પાણી અને વીજળીથી વંચિત હતા વર્ષોથી મુશ્કેલીભર્યું જીવન જીવી રહ્યા હતા. છેવટે જુદા જુદા સરકારી ખાતાઓમાં અરજી કર્યા બાદ ભારે પ્રયાસ બાદ અહીના રહેવાસીઓના કાયદેસર રીતે વીજળીનું જોડાણ અને પાણીનું જોડાણ મળ્યું છે.