ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૫ જૂન ૨૦૨૧
શુક્રવાર
મુંબઈના સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે પ્રસાદ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા 16,000 લિટર શુદ્ધ ઘીની હરાજી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, પરંતુ હવે તેનો ઉપયોગ ખાવામાં થઈ શકે તેમ નથી. ગયા માર્ચમાં ૫૦ લાખમાં ખરીદેલા ઘીની હરાજી હવે રાઇડર સાથે કરવામાં આવશે કે તેનો ઉપયોગ ખાદ્ય પદાર્થો બનાવવા માટે ન કરવામાં આવે.
મહારાષ્ટ્ર સરકારના કાયદા અને ન્યાયતંત્ર વિભાગ અંકુશમાં આવેલા સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટએ તાજેતરમાં આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. સિદ્ધિવિનાયક મંદિરના ટ્રસ્ટ અધ્યક્ષ આદેશ બાંડેકરે જણાવ્યું હતું કે “સામાન્ય સમયમાં અમે લગભગ 35,000 થી 40,000 લાડુ વેચીએ છીએ, જેની કિંમત લાડુ દિઠ 10 રૂપિયા છે. અંગારકી સંકષ્ટિ જેવા વિશેષ પ્રસંગોએ અમે એક લાખ સુધી લાડુ વેચીએ છીએ. આ ઘી અને અન્ય સામગ્રી મુખ્યત્વે લાડુ અને પ્રસાદ થાળી માટે મંગાવવામાં આવ્યું હતું.”
ઉલ્લેખનીય છે કે આ ઘીની એક્સપાયરી ડેટ જતી રહી છે. તેથી હવે આ ઘી ખાવા યોગ્ય નથી. ઘણા સપ્લાયરોએ સ્વેચ્છાએ મંદિરમાં વેચેલો સ્ટોક પાછો લીધો હતો. તેમ છતાં, ઘીની શેલ્ફ લાઇફ ટૂંકી હોવાથી, સપ્લાયર્સ તેને પાછું લેવા માટે ઉત્સુક નહોતા. તેથી હવે આ ઘીને નીલામ કરવાનો પ્રસ્તાવ બહાર પાડયો છે. તેમાંથી ૬૦ થી ૭૦ ટકા રકમ પાછી મળવાની આશા છે.