News Continuous Bureau | Mumbai
રસ્તાઓ તથા ફૂટપાથ(Mumbai foot path) પર અતિક્રમણ કરનારા ફેરિયાઓ(Street vendors) સામે મુંબઈ મહાનગરપાલિકાએ (BMC)એ વધુ સખત પગલાં લેવાનો નિર્ણય લીધો છે. જે હેઠળ પાલિકાની રેઈડ(BMC Raid) દરમિયાન ફેરિયાઓનો સામાન રાખવામાં મદદ કરનારા દુકાનદાર(Shopkeeper) અને હાઉસિંગ સોસાયટીઓ(Housing Societies) સામે પણ હવે કાર્યવાહી કરવામાં આવશે, જેમાં ફેરિયાને મદદ કરનારા દુકાનદારોના જરૂર પડે તો લાયસન્સ(license) સુદ્ધા રદ કરવાનો વિચાર પાલિકા કરી રહી છે.
તાજેતરમાં પોલીસ અધિકારીઓ(Police officers) તેમ જ સુધરાઈના અધિકારીઓ સાથે બાંદ્રા (વેસ્ટ)ના(Bandra (West)) નાગરિકોની એક બેઠક થઈ હતી, જેમાં પાલિકાની રેઈડ દરમિયાન દુકાનદારો અને હાઉસિંગ સોસાયટીઓ દ્વારા ફેરિયાઓને સામાન રાખવામાં મદદ કરવામાં આવતી હોવાને મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. પાલિકાની રેઈડ પડવાની હોવાની તેમને પહેલાથી ટીપ મળી જાય છે એટલે તેઓ ત્યાંથી જતા રહે છે અને તેમના પાછા જવાની સાથે જ ફેરિયાઓ ફરી આવી જતા હોય છે આ મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી.’
આ સમાચાર પણ વાંચો : રેલ યાત્રીઓ માટે કામના સમાચાર- આ રેલવે સ્ટેશન પર લીફ્ટ એસ્કેલેટર શરૂ થયા
એચ-વેસ્ટ વૉર્ડ બાંદ્રામાં ખાસ કરીને ફેરિયાઓએ મોટા ભાગની ફુટપાથને પચાવી પાડી છે. નાગરિકોને ચાલવા માટેનો રસ્તો જ નથી. હિલ રોડ(Hill Road,), ટર્નર રોડ(Turner Road,), લિન્કિંગ રોડ(Linking Road), કાર્ટર રોડ(Carter Road) અને લૅન્ડ્સ એન્ડમાં આ સમસ્યા જોવા મળે છે.
આ મુદ્દા પર પાલિકાના અધિકારીઓએ એવું કહ્યું હોવાનું માનવામાં આવે છે કે ‘જો કોઈ દુકાનદાર ફેરિયાઓને મદદ કરતાં પકડાશે તો તેનું લાઇસન્સ રદ કરાશે. કેટલીક સોસાયટીઓ તેમની જગ્યામાં ફેરિયાઓને સામાન રાખવા દેવાની તેમ જ વેચવાની પરવાનગી આપે છે. તેમની સામે પણ કાર્યવાહી કરાશે.