ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૩૦ જૂન ૨૦૨૧
બુધવાર
મુંબઈમાં થયેલા બોગસ રસીકરણ કેસના મુખ્ય આરોપી ડૉ. મનીષ ત્રિપાઠીએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. દિંડોશી સેસન્સ કોર્ટમાં કરેલી આગોતરા જામીનની અરજી રદ થયા બાદ તેણે આ પગલું ભર્યું હતું. તેણે કરેલી અરજીમાં કહ્યું હતું કે “આ કેસમાં મુખ્ય આરોપી પ્રાઇવેટ હૉસ્પિટલ છે અને તેના વગદાર માલિકોને બચાવવા મને ફસાવવામાં આવે છે.”
ત્રિપાઠીની અરજીમાં જણાવાયું છે કે પ્રાઇવેટ હૉસ્પિટલના માલિકોની ઊંચી પહોંચને લીધે મુંબઈ પોલીસ તેમને બચાવવાનો પ્રયાસ કરી રહી છે. દરમિયાન બૉમ્બે હાઈકોર્ટે કેટલીક જનહિતની અરજીઓની સુનાવણી કરતાં ન્યાયાધીશ દીપાંકર દત્તા અને ન્યાયાધીશ એસ.એ. કુલકર્ણીની ખંડપીઠે પોલીસને સૂચન કર્યું હતું કે આ કેસમાં મોટાં માથાંના આરોપીઓને પણ પકડી પાડવાનું કહ્યું હતું. ઉપરાંત જેમને બોગસ રસી આપવામાં આવી છે, તેમના શરીરમાં ઍન્ટીબૉડીઝ ડેવલપ થઈ છે કે નહીં અને તેમના સ્વાસ્થ્ય પર આની શું અસર થઈ છે એની તપાસ કરવા મહાનગરપાલિકાને જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે પાલિકાએ કોર્ટમાં નિવેદન આપ્યું હતું કે ખાનગી રસીકરણ સેશન માટે સ્ટાન્ડર્ડ ઓપરેડિંગ પ્રોસિજર (SOP) બુધવાર સુધીમાં નક્કી કરવામાં આવશે. આ ગૅન્ગે વેક્સિનને નામે ૨,૦૫૩ લોકો સાથે છેતરપિંડી કરી હતી. આ મામલે મુંબઈમાં સાત કેસ નોંધાયા છે અને કુલ ૧૩ આરોપીઓની સામે પોલીસ કાર્યવાહી કરી રહી છે.
Join Our WhatsApp Community