ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 10 સપ્ટેમ્બર, 2021
શુક્રવાર
આજે એટલે કેે શુક્રવાર 10 સપ્ટેમ્બરથી ગણેશોત્સવ શરૂ થયો છે. આ તહેવાર દેશભરમાં ખાસ કરીને મુંબઈ (મહારાષ્ટ્ર)માં ખૂબ હર્ષોલ્લાસથી ઊજવવામાં આવે છે. જોકે આ વખતે એવું નથી. આ વખતે કોરોના મહામારીના કારણે આ તહેવાર ઘણા નિયમો હેઠળ મુંબઈમાં ઊજવવામાં આવી રહ્યો છે.
આજે ગણેશચતુર્થીએે લોકો કોરોનાની માર્ગદર્શિકાનું પાલન કરીને ગણેશ મહોત્સવની ઉજવણી કરી રહ્યા છે, ત્યારે હવે દેશની આર્થિક રાજધાની મુંબઈના લાલબાગના ગણપતિને આપણે કેવી રીતે ભૂલી શકીએ છીએ. જણાવી દઈએ કે મુંબઈનું સૌથી લોકપ્રિય જાહેર ગણેશ મંડળ લાલબાગ ચા રાજા છે અને એ લાલબાગ, મુંબઈના પરેલ વિસ્તારમાં આવેલું છે. ભક્તો હંમેશાં દૂર દૂરથી ભગવાન ગણપતિનાં દર્શન કરવા આવે છે.
તાજેતરમાં જ લાલબાગના રાજાની પ્રથમ તસવીર સામે આવી છે. આ તસવીરમાં લાલબાગના રાજા સાપ પર બેઠેલા જોવા મળી રહ્યા છે. આ તસવીરમાં તમે જોઈ શકો છો કે બાપ્પાની બેસવાની શૈલી પણ એટલી ઉત્તમ છે.
ઉલ્લેખનીય છે કે આ દિવસે ભગવાન ગણેશની પૂજા વિધિવિધાન અનુસાર કરવામાં આવે છે. ગણપતિ પૂજનમાં ઘણા બધા લોકો 10 દિવસ માટે પોતાના ઘરમાં જ ગણપતિબાપ્પાનું આયોજન કરતા હોય છે અને અનંતચતુર્દશીના દિવસે ભગવાન ગણેશને ધામધૂમથી વિદાય આપીને વિસર્જન કરે છે. આ યાદીમાં સામાન્ય લોકોથી લઈને સેલેબ્સનો સમાવેશ પણ થાય છે.
लालबागचा राजा चे प्रथम दर्शन २०२१.
Lalbaugcha Raja First Look 2021.#lalbaugcharaja pic.twitter.com/o3QYlSdWZY— Lalbaugcha Raja (@LalbaugchaRaja) September 10, 2021