315
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 17 ઓગસ્ટ, 2021
મંગળવાર
સોશિયલ મીડિયા પર મંગળવારે ફોટોગ્રાફ વાયરલ થયા છે. આ ફોટોગ્રાફમાં જોવા મળી રહ્યું છે કે એક માણસ સફેદ રંગના ઘોડાને જબરજસ્તી પાણીમાં ખેંચીને લઇ જઇ રહ્યો છે.
જોવાની વાત એ છે કે ઘોડા ની આખી ડોક ડૂબી જાય ત્યાં સુધી તેને પાણીમાં લઈ જવામાં આવે છે. ત્યારબાદ ઘોડેસવાર ઘોડા પર ચડે છે અને દરિયાના પાણીમાં ઘોડાને દોડાવે છે.
આ ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગયા પછી ચર્ચાએ જોર પકડયું છે. એવું માનવામાં આવે છે કે આ ફોટોગ્રાફ દાદર પાસે આવેલી ચોપાટીનો છે જ્યાંથી બાંદરા-વરલી સી લિંક દેખાય છે.
આ સંદર્ભે ઓથોરિટીને ફરિયાદ કરવામાં આવી છે પરંતુ અત્યાર સુધી કોઇ પગલા લેવાયા નથી.
હવે બાળકોની મજા બમણી થવા જઈ રહી છે, અમર ચિત્ર કથા પુસ્તકનું આવશે ઍનિમેટેડ વર્ઝન
You Might Be Interested In