ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૧ જૂન ૨૦૨૧
શુક્રવાર
રસીકરણ અભિયાન દેશમાં 16 જાન્યુઆરી, 2021થી તબક્કાવાર શરૂ થયું હતું છે. એ અંતર્ગત સરકારી તેમ જ મ્યુનિસિપલ હૉસ્પિટલો અને મુંબઈની ખાનગી હૉસ્પિટલોમાં રસીકરણ કેન્દ્રો શરૂ કરાયાં છે. સરકારી તેમજ મ્યુનિસિપલ સેન્ટરોમાં રસીકરણ નિ:શુલ્ક કરવામાં આવી રહ્યું છે જ્યારે ખાનગી હૉસ્પિટલોમાં પૈસા લઈ રસી આપવામાં આવી રહી છે.
વડા પ્રધાન મોદીએ પોતાના રાષ્ટ્રજોગ સંબોધનમાં કહ્યું હતું કે હવે પ્રાઇવેટ હૉસ્પિટલો રસીની નિર્ધારિત કિંમત સહિત સર્વિસ ચાર્જ રૂપે માત્ર ૧૫૦ રૂપિયા જ લઈ શકશે. એ અનુસાર હવે મુંબઈ મહાનગરપાલિકાએ રસીની મહત્તમ કિંમત નક્કી કરી દીધી છે. જે મુજબ હવે કોવિશીલ્ડ માટે પ્રતિ ડોઝ – ૭૮૦ રૂપિયા, કોવેક્સિન પ્રતિ ડોઝ – ૧,૪૧૦ રૂપિયા અને સ્પુતનિક વી પ્રતિ પ્રતિ ડોઝ ૧,૧૪૫ રૂપિયા જ લઈ શકાશે. આ કિંમતમાં 5 ટકા GST અને ૧૫૦ રૂપિયા સર્વિસ ચાર્જ સમાવિષ્ટ છે.
મોટા સમાચાર : મુંબઈમાં પૉઝિટિવિટી રેટ ઘટ્યો; મુંબઈગરાને મળી શકે છે આ રાહત, જાણો વિગત
ઉલ્લેખનીય છે કે હવે જો કોઈ ખાનગી હૉસ્પિટલ આ નિર્ધારિત કિંમતથી પોતાની મનમાની મુજબ પૈસા લેશે તો એની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. પાલિકાએ ફરિયાદ નોંધવા માટે complaint.epimumbai@gmail.com આ ઈ-મેઇલ આઇડી પણ જાહેર કર્યું છે.