ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 19 ઑક્ટોબર, 2021
મંગળવાર
કોરોનાનો ખતરો ટળ્યા બાદ સારા સમાચાર સાંભળવા મળ્યા હતા. રવિવારે મુંબઈમાં એક પણ કોરોનાના દરદીનું મોત થયું નથી, પરંતુ સોમવારે 4 દરદીનાં મૃત્યુ થયાં હતાં. લોકોને આશા હતી કે હવે કોરોનાથી થતાં મૃત્યુ ઉપર બ્રેક લાગશે, પણ સોમવારે મૃત્યુ પામેલા ચાર દર્દીઓને લીધે ખાતરી થઈ ગઈ છે કે કોરોનાનું જોખમ હજી ગયું નથી.
મુંબઈમાં સોમવારે 373 કોરોના દરદીઓ નોંધાયા હતા. કોવિડ ડેથ રિવ્યુ કમિટીના અધ્યક્ષ ડૉ. અવિનાશ સૂપેએ કહ્યું હતું કે કોરોના વાયરસ હજી ગયો નથી. વર્તમાનમાં પણ મુંબઈમાં 300થી 400 નવા કેસ રોજ નોંધાતા હોય છે. રાજ્યમાં સોમવારે 27 કોરોના દર્દીઓનાં મોત થયાં હતાં. ગત 24 કલાકમાં રાજ્યમાં 1,485 નવા દર્દીઓ નોંધાયા છે.
ઉત્તરાખંડમાં જળપ્રલય: ચારધામ યાત્રા અટકી, આટલા હજાર યાત્રિકો ફસાયા
મુંબઈમાં રસીકરણની ગતિ મંદ થઈ ગઈ છે. નવરાત્રી બાદ સોમવારે માત્ર 79,692 લોકોએ જ વેક્સિન લીધી છે. આમ તો શહેરમાં કોરોના નિયંત્રણમાં છે, પરંતુ 4,853 જેટલા ઍક્ટિવ દર્દીઓ છે.