ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧3 જુલાઈ ૨૦૨૧
મંગળવાર
ફેબ્રુઆરી ૨૦૧૮માં શરૂ થયેલો મોટર વ્હીકલ ચોરીવિરોધી સેલની કામગીરી હવે ખૂબ જ ઓછી થઈ જતાં હવે આ ખાતું માત્ર નામ પૂરતું હોવાનું કહેવાઈ રહ્યું છે. આ સેલમાં કોઈ પ્રમુખ ન હોવાથી અધિકારીઓ જ ખાતાનું સંચાલન કરે છે. ખંડણીવિરોધી ટુકડી બાદ આ સેલ પણ બંધ થવાના આરે છે. 2018માં તત્કાલીન પોલીસ કમિશનરના હુકમથી ખંડણીવિરોધી વિભાગ બંધ કરી દેવામાં આવ્યો છે અને એક નવું વાહન ચોરીવિરોધી યુનિટ બનાવવામાં આવ્યું છે.
જોકેઆ યુનિટે એક મોટી કાર્યવાહી સિવાય છેલ્લા કેટલાક મહિનાઓમાં કોઈ નોંધપાત્ર કામગીરી કરી નથી. લગભગ બે મહિના પહેલાં કંપનીએ બાકાત કરેલાં વાહનોને સસ્તા ભાવે વેચાણ કરતાં દેશવ્યાપી નેટવર્કવાળી ટીમનો ભંડાફોડ કર્યો હતો. દરમિયાન 140 વાહનો કબજે કરવામાં આવ્યાં હતાં અને 9 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
વેપારીઓની ધમકી અસર કરી ગઈ? ત્રણ દિવસમાં અનલૉકમાં રાહત મળશે : મેયર કિશોરી પેડણેકરનો દાવો; જાણો વિગત
આ સિવાય વિભાગમાં રહેલા કેટલાક પોલીસકર્મીઓનું માનવું છે કે વિભાગે વધારે કામ કર્યું નથી. એનું મુખ્ય કારણ એ છે કે છેલ્લા કેટલાક મહિનાઓથી વિભાગમાં કુશળ નેતૃત્વનો અભાવ છે. આ ટીમમાં ફક્ત 6થી 7 કર્મચારીઓ કાર્યરત છે અને તેઓએ ઘણીવાર અન્ય કામ પણ કરવું પડે છે, મૂળ કામ પાછળ રહી જાય છે. 2020માં, જાન્યુઆરીથી જૂન સુધીમાં, લગભગ 260 વાહનોની ચોરીના કેસ નોંધાયા હતા, જેમાંથી 47 ઉકેલી લેવામાં આવ્યા હતા, જ્યારે 2021માં 369 વાહનોની ચોરીઓમાંથી માત્ર 44 ઉકેલાયા હતા.
મોટર-વાહન ચોરીની ટુકડી, અનૈથિકલ હ્યુમન ટ્રાફિકિંગ પ્રિવેન્ટ યુનિટના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર, અર્જુન ગેરાડને નિયુક્ત કરવામાં આવ્યા હતા. જોકેતેઓ બીમારીને કારણે હજી ડ્યૂટી પર ફરી હાજર થયા નથી.