191
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 22 સપ્ટેમ્બર, 2021
બુધવાર
મહારાષ્ટ્રમાં આ વર્ષે ગણેશોત્સવ ગત વર્ષની સરખામણીમાં સારી રીતે ઉજવાયો. ગયા વર્ષે કોરોનાનું વિઘ્ન ગણેશોત્સવ પર હાવી હતું. તેથી ઘણા ઘરોમાં બાપાનું આગમન થઇ શક્યું ન હતું. આ વર્ષે વિસર્જન દરમિયાન બાપાની મૂર્તિઓની સંખ્યા ૨૦ ટકા વધારે જોવા મળી હતી.
મુંબઇમાં ઘરગથ્થુ અને સાર્વજનિક મળીને અંદાજે ૧ લાખ ૫૦ હજાર ગણેશ મૂર્તિના વિસર્જન થયા. જ્યારે ગત વર્ષે ૧ લાખ ૩૧ હજાર ૩૭૩ મૂર્તિઓના આગમન અને વિસર્જન થયા હતા.
આ વર્ષે કુલ ૭૩ કૃત્રિમ તળાવમાં ૭૮ હજાર ૮૨૬ મૂર્તિઓ પધરાવાઇ હતી. જ્યારે બાકીની મૂર્તિઓના નૈસર્ગિક સ્થળે વિસર્જન થયા હતા.
You Might Be Interested In