ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,5 જાન્યુઆરી 2022
બુધવાર.
મુંબઈમાં કોંક્રીટના જંગલમાં મુંબઈગરાને કુદરતના સાનિધ્યનો અનુભવ થવાનો છે. બાંદ્રા બેન્ડ સ્ટેન્ડમાં મુંબઈ મહાનગરપાલિકાના ગાર્ડનમાં મુંબઈનું પહેલું “ટ્રી હાઉસ” તૈયાર કરવામાં આવવાનું છે. તેથી બાંદ્રા બેન્ડ સ્ટેન્ડમાં આવતા પર્યટકો માટે વધુ એક આર્કષણનું સ્થળ બની રહેશે.
પર્યટન પ્રધાન આદિત્ય ઠાકરેના સંકલ્પનાથી બાંદ્રા બેન્ડ સ્ટેન્ડ નજીક ગાર્ડનમાં આ ટ્રી હાઉસ બનાવવામાં આવી રહ્યું છે. જિલ્લા નિયોજન ભંડોળમાંથી એક કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવવાનો છે. ટ્રી હાઉસ સંપૂર્ણપણે લાકડાથી તૈયાર કરવામાં આવશે. આ ટ્રી હાઉસમાં જવા માટે સીડી બનાવવામાં આવશે. એ સિવાય બીજા ઝાડમાંથી પણ આ ટ્રી હાઉસમાં જઈ શકાય તે પ્રમાણેની વ્યવસ્થા કરાશે. લગભગ 500 ચોરસ મીટરની જગ્યામાં આ ટ્રી હાઉસ ઉભો કરાશે.
પર્યટકો અહીં જંગલમાં રહેતા હોય તેવો અનુભવ કરી શકશે. એટલું જ નહીં પણ પર્યટકો અહીં સેલ્ફી પણ લઈ શકશે. છ મહિનાની અંદર આ ટ્રી હાઉસનું કામ પૂરું કરવામાં આવશે.