ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૩૦ મે ૨૦૨૧
સોમવાર
મેટ્રો લાઇન 2A અને 7નું આજથી ટ્રાયલ રન શરૂ કરાયું છે. મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ સોમવારે મેટ્રો 2A અને 7ના ચારકોપ-દહિસર-આરે માર્ગ પર શહેરની બે નવી મેટ્રો રેલલાઇન માટે ટ્રાયલ રનને લીલી ઝંડી બતાવી હતી.
મેટ્રો – 2A (દહિસર-આરે) અને મેટ્રો -7 (દહાણુકરવાડી-આરે)ના પ્રથમ તબક્કાની ઑક્ટોબરથી શરૂઆત થશે. આ બંને લાઇન જાન્યુઆરી ૨૦૨૨થી સંપૂર્ણ રીતે કાર્યરત થશે. પર્યાવરણવિદો દાવો કરે છે કે આ એક કારશેડમાં બે અથવા વધુ મેટ્રો લાઇનો કેવી રીતે એકસાથે કાર્ય કરી શકે છે, એનું ઉત્તમ ઉદાહરણ છે.
ઉલ્લેખનીય છે વર્સોવા અને ઘાટકોપર વચ્ચે દોડતી મેટ્રો 1ના પ્રમાણમાં મેટ્રો 2A અને 7નાં ભાડાં સસ્તાંહશે. પહેલા ૩ કિ.મી. માટે ૧૦ રૂપિયા, 3-12 કિ.મી. માટે ૨૦ રૂપિયા અને 12-37 કિ.મી. માટે 30 રૂપિયા હશે. MMRDA અનુસાર આ મેટ્રો વર્તમાન મુસાફરીના સમયગાળામાં ૫૦ ટકાનો ઘટાડો કરશે.
મહામારીના કાળમાં શાકભાજીના ભાવ ૩૦-૪૦ ટકા વધ્યા; ગૃહિણીનું બજેટ ખોરવાયું, જાણો વિગત
સામાન્ય સ્થિતિમાં મેટ્રો લાઇન 7 પર દૈનિક સરેરાશ પાંચ લાખની આસપાસ પ્રવાસીઓ અપેક્ષિત છે તેમ જ મેટ્રો લાઈન 2A પર દૈનિક ચાર લાખ જેટલા પ્રવાસીઓ અપેક્ષિત છે.