મુંબઈ શહેર

મહારાષ્ટ્ર સરકારની આ યોજનાને કારણે સામાન્ય નાગરિક માટે લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવો વધુ મુશ્કેલ થશે; જાણો વિગત

Jul, 21 2021


ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 21 જુલાઈ, 2021

બુધવાર

લોકલ ટ્રેનમાં સામાન્ય નાગરિકને પ્રવાસની મંજૂરી ન હોવાથી તેઓ બનાવટી IDનો ઉપયોગ કરી રહ્યા છે. Sમાં પાછું કોરોનાનું સંકટ યથાવત્ છે. એથી પ્રતિબંધાત્મક પગલારૂપે નાગરિકોને લોકલ ટ્રેનમાં ગેરકાયદે રીતે પ્રવાસ કરવા પર નિયંત્રણ લાવવા મહારાષ્ટ્ર સરકાર યુનિવર્સલ કોડ સિસ્ટમ લાગુ કરવાની છે. જોકે એ ક્યારથી અમલમાં આવશે એના પર કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી, પરંતુ હાલમાં જ યોજાયેલી બેઠકમાં એ માટેની નિયમાવલી તૈયાર કરવામાં આવી છે, એ ટૂંક સમયમાં લાગુ કરાશે.

મુંબઈમાં આજે ફરી મેઘરાજાની બેટીંગ શરૂ, જાણો શહેરના આ વિસ્તારોમાં છેલ્લા 24 કલાકમાં કેટલો વરસાદ પડ્યો

યુનિવર્સલ કોડ સિસ્ટમને કારણે લોકલ ટ્રેનમાં ફક્ત અત્યાવશ્યક  સેવા સાથે સંકળાયેલા લોકો જ પ્રવાસ કરી શકશે. આ પાસ આપવાની શરૂઆત થઈ છે. આ સિસ્ટમ અમલમાં આવ્યા બાદ જુદાં-જુદાં સ્ટેશનો પર રેલવે પોલીસની મદદ લેવાશે. QR કોડવાળા યુનિવર્સલ પાસધારકોને જ સ્ટેશન પર પ્રવેશ મળશે. પ્રવાસ દરમિયાન પણ QR કોડનું ચેકિંગ કરાશે.

Leave Comments

Array ( [news] => ન્યૂઝ કંટીન્યૂઝ વિશે [subscribe] => સબસ્ક્રાઈબ કરો [share] => શેર કરો [more] => વધુ )