ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 13 સપ્ટેમ્બર, 2021
સોમવાર
કોરોના માટે મુંબઈ મહાનગરપાલિકાએ બનાવેલા નિયમો ફકdત કાગળ પર જ હોવાનું દોઢ દિવસના ગણપતિબાપ્પાના વિસર્જન દરમિયાન જણાઈ આવ્યું છે. ઘરના તથા સાર્વજનિક ગણેશોત્સવ મંડળ માટે કોરોના પ્રતિબંધાત્મક નિયમો જાહેર કરવામાં આવ્યા છે. જે હેઠળ વિસર્જન સમયે ઘરની ગણેશ મૂર્તિ સહિત પાંચ લોકો તો સાર્વજનિક ગણેશ મંડળ માટે દસ ભક્તોને જોડાવાનું કહેવામાં આવ્યું હતું. છતાં શનિવારે દોઢ દિવસના વિસર્જન દરમિયાન આ નિયમોનો ખુલ્લેઆમ ભંગ થયો હતો. દરેક ગણપતિની મૂર્તિના વિસર્જન માટે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. પોલીસ તથા પાલિકા દ્વારા આ લોકોને હટાવવા માટે પણ કોઈ પગલાં લેવામાં આવ્યાં નહોતાં. એટલું જ નહીં, પણ વિસર્જન દરમિયાન કોઈ સરઘસ કાઢવું નહીં.
મંડળમાં અને ઘરમાં જ આરતી કરી આવી એવા નિયમોનો પણ વિસર્જનસ્થળે ભંગ થયો હતો. વિસર્જન સ્થળે મોટા પ્રમાણમાં ભીડ થતાં સામાજિક અંતર જાળવવાનો નિયમ ફક્ત કાગળ પર જ રહ્યો હતો. એટલું જ નહીં, પણ વિસર્જનમાં જોડાયેલા લોકોએ વેક્સિનના બંને ડોઝ લીધા છે કે નહીં એ તપાસ માટે પણ પાલિકાના કે પોલીસના કોઈ અધિકારી હાજર જણાતા નહોતા