News Continuous Bureau | Mumbai
મુંબઈગરાને ઠંડા ઠંડા કુલ પ્રવાસ કરાવવનારી એસી ટ્રેનમાં(AC train) આજે સવારે ફરી એક વખત ટેક્નિકલ ખામી(technical defect) સર્જાઈ હતી. તેથી સવારના પહોરમાં પીક અવર્સમાં(peak hours) જ વેર્સ્ટન રેલવે(Western Railway) થોડા સમય માટે ખોરવાઈ હતી. જોકે તેના કારણે સવારના ઓફસે પહોંચવાની ઉતાવળમાં રહેલા લોકોને હાલાકી ભોગવવી પડી હતી.
ગર્વમેન્ટ રેલવે પોલીસ કંટ્રોલના(Government Railway Police Control) જણાવ્યા મુજબ સવારના 7.30 વાગે વિરાર સ્ટેશન(Virar Station) પર એસી લોકલમાં(AC Local) ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. તેને કારણે ટ્રેન બંધ પડી ગઈ હતી. જોકે તાત્કાલિક તેના પર કામ હાથ ધરવામાં આવ્યું હતું અને 7.42 વાગે તેને ફરી ચાલુ કરવામાં સફળતા મળી હતી.
આ સમાચાર પણ વાંચો : મુંબઈના રસ્તા પર સફર કરનારા માટે મોટા સમાચાર – આજે અનેક રૂટ પર બેસ્ટની બસ બંધ છે
રેલવેના અધિકારીના(Railway Officer) જણાવ્યા મુજબ સવારના વિરાર-ચર્ચગેટ અપલાઈનમાં(Virar-Churchgate upline) 10 મિનિટ માટે એસી ટ્રેનમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. તેથી અપ લાઇન થોડા સમય માટે ખોરવાઈ હતી. જોકે 10 મિનિટ બાદ પ્રોબ્લેમ સોલ્વ થતા અપ લાઈન ફરી ચાલુ કરવામાં આવી હતી. તેને કારણે જોકે સવારના સમયમાં અપ લાઈનમાં ટ્રેનો થોડી મોડી પડી હતી.