News Continuous Bureau | Mumbai
દેશની આર્થિક રાજધાની મુંબઈમાં(Mumbai) મોડી રાતે રસ્તા પર ફરવું કોઈ ગુનો નથી એવી ટિપ્પણી કરતા ગિરગાવની મેજિસ્ટ્રેટ કોર્ટે(Girgaon Magistrate Court) મોડી રાતે રસ્તા પર ફરનારા અને પોલીસને જોઈને ડરી જતા મોં પર રૂમાલ નાખી જાતને છુપાવનારા 29 વર્ષના યુવક મેજિસ્ટ્રેટ કોર્ટે સંબંધિત કેસની સુનાવણી દરમિયાન યુવકને દોષમુક્ત કર્યો હતો. આ સાથે કોર્ટે જણાવ્યું હતું કે, જો મુંબઈ શહેરમાં કર્ફ્યૂ(Curfew) ન લાગેલું હોય તો લોકો બહાર રસ્તા પર લેટ નાઈટ(Late night) સુધી ફરે તો તેને ગુનો માનવામાં આવશે નહીં.
મૂળ ઉત્તર પ્રદેશનો(Uttar Pradesh) 29 વર્ષનો સુમિત નામનો યુવક દક્ષિણ મુંબઈમાં(South Mumbai) એક રસ્તા પર બેઠો હતો. પોલીસ આવતા તેણે પોતાનું મોઢું ઢાંકી દીધું હતું. તેથી પોલીસને તેની સામે શંકા જતા તેને તાબામાં લીધો હતો. પોલીસે તેની સામે 13 જૂનના ગુનો(Crime) દાખલ કર્યો હતો. પોલીસે એવો દાવો કર્યો હતો કે આરોપી એક રસ્તા પર બેસીને રૂમાલની મદદથી પોતાનો ચહેરો ઢાંકવાનો પ્રયાસ કર્યો હતો. યુવક સામે કલમ 122-બી અંતર્ગત ગુનો(Underlying crime) દાખલ કરવામાં આવ્યો હતો. આ કલમ ત્યારે લાગુ થાય જ્યારે સૂર્યાસ્ત બાદ અને સૂર્યોદય પહેલા કોઈ ગુનો કરવાના ઈરાદાથી પોતાનો ચહેરો ઢાંકે છે.
આ સમાચાર પણ વાંચો : BMC પોતાના નિર્ણય પર મક્કમ- મુંબઈમાં દુકાનોના નામના પાટિયાં મરાઠીમાં કરવા માટે મુદત વધારવાનો પાલિકાનો સાફ ઇનકાર- આ તારીખથી થશે કાર્યવાહી- જાણો વિગત
આ મામલો ગિરગાંવની મેટ્રોપોલિટન(Metropolitan) મેજિસ્ટ્રેટની અદાલતમાં પહોંચ્યો ત્યારે કોર્ટે 16 જૂનના રોજ આદેશ આપીને આરોપીને દોષમુક્ત જાહેર કર્યો હતો.
સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું હતું કે આરોપીની ધરપકડ રાતે આશરે 1.30 વાગ્યે થઈ હતી. મુંબઈ જેવા શહેરમાં આ ટાઇમ લેટ માનવામાં આવે નહીં. રસ્તા પર કોઈ પણ ઊભું રહી શકે, એવામાં તે ગુનો કરવાની મનશાથી મોં ઢાંકે(face cover) એવું માની શકાય નહીં. જો એ માની લેવામાં આવે કે રાતના દોઢ વાગ્યાનો સમય ખૂબ જ મોડો છે તો પણ રસ્તા પર ફરવું એ ક્રાઈમ નથી. જોકે, મુંબઈમાં નાઈટ કર્ફ્યૂ(Night Curfew) નહોતું તો આરોપી રસ્તા પર ઊભો હતો તેને ગુનો માની શકાય નહીં