ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 2 નવેમ્બર, 2021
મંગળવાર
કોરોનાની બીજી લહેર ઓસરી ગયા બાદ લોકલ ટ્રેનોમાં ભીડ વધી ગઈ છે. શરતો મુજબ લોકોને પ્રવાસની છુટ આપવામાં આવી છે. તેવામાં પશ્ચિમ રેલવેએ મફતિયા પ્રવાસીઓ વિરુદ્ધ તપાસ ઝુંબેશને વધુ તીવ્ર કરી છે. તે હેઠળ 30મી ઓકટોબરે સૌથી વધુ 40 લાખ રૂપિયા જેટલો દંડ એક દિવસમાં વસૂલાયો હતો. પશ્ચિમ રેલવેએ એપ્રિલ 2021થી ઓક્ટોબર 2021 દરમિયાન ચલાવેલી આ ઝુંબેશમાં લગભગ અનિયમિત પ્રવાસના 2.78 લાખ કેસ જોવા મળ્યા હતા. પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝને આ દરમિયાન 13 કરોડ રૂપિયા જેટલો દંડ વસુલ્યો છે.
ઘર ખરીદવા ઇચ્છુક ગ્રાહકો સાથે થતી છેતરપિંડી રોકવા મહારેરાએ ડેવલપરો માટે લીધો આ નિર્ણય. જાણો વિગત.
પશ્ચિમ રેલવેના મુખ્ય પીઆરઓ સુમિત ઠાકુરે જણાવ્યું હતું કે પશ્ચિમ રેલવેના મુંબઇ ડિવીઝનમાં 30મી ઓક્ટોબરે ચેકિંગ ઝુંબેશે એક રેકોર્ડ બનાવ્યો છે. તે દિવસે 40.9 લાખ રૂપિયાનો દંડ વસૂલાયો છે. જે અત્યાર સુધીનો એક દિવસમાં પ્રાપ્ત કરેલો સૌથી વધુ દંડ છે. આ પહેલા ઓક્ટોબર 2019માં એક દિવસમાં ટિકિટ વગરના પ્રવાસીઓ પાસેથી 28.25 લાખ રૂપિયાનો દંડ વસૂલ્યો હતો.
અત્યારે ટ્રેનોમાં ભીડ વધી રહી છે સાથે જ લોકલનું 100 ટકા સંચાલન થઇ રહ્યું છે. સુમિત ઠાકુરે અપીલ કરી હતી કે અસુવિધાથી બચવા માટે યોગ્ય અને અધિકૃત ટિકિટ સાથે પ્રવાસ કરો.