News Continuous Bureau | Mumbai
રવિવારના મેગા બ્લોક(Mega block) બાદ સોમવારની સવારે ગાડીઓ માંડ પાટે ચઢી હતી ત્યા બોરીવલી-દહીસર(Borivali-Dahisar) વચ્ચે વહેલી સવારના સમયમાં ઓવરહેડ વાયર(overhead wire) તૂટી જતા વેસ્ટર્ન રેલવે(Western Railway)ખોરવાઈ ગઈ હતી. ઓફિસ જવાના સવારના પીક અવર્સમાં જ રેલવે ખોરવાઈ જતા ઓફિસ જનારા મુંબઈગરા(Mumbaikars)ને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
વહેલી સવારના લગભગ 5,30 વાગ્યાની આસપાસ દહીસર અને બોરીવલી સ્ટેશન વચ્ચે ઓવરહેડ વાયર તૂટી ગયો હતો, જેની અસર ચર્ચગેટ તરફ જતી સ્લો લાઈનની ટ્રેનોને થઈ છે. સવારના પીક અવર્સ હોવાથી ઓફિસે જનારાઓની સ્ટેશન પર મોટી ભીડ હોય છે. તેમાં પાછું ઓવરહેડ વાયર તૂટી જતાં ચર્ચગેટ તરફ જતી અપ સ્લો લાઈન ખોરવાઈ ગઈ હતી.
આ સમાચાર પણ વાંચો : પાણી સાચવીને વાપરજો! મુંબઈના આ વિસ્તારમાં રહેશે 24 કલાકનો પાણીકાપ.. જાણો વિગતે
પાટાઓ પર એકની પાછળ એક એમ ટ્રેનની લાંબી લાઈન લાગી હતી. ટ્રેન સેવા(train service) ખોરવાઈ જતા પ્લેટફોર્મ પર મોટા પ્રમાણમાં ગરદી થઈ હતી. વેસ્ટર્ન રેલવે(Western Railway)એ તાત્કાલિક ધોરણ સમારકામ હાથમાં લીધું છે. જોકે તેને સમય લાગવાનો છે. તેથી તાત્પૂરતી વ્યવસ્થા રૂપે ફાસ્ટ લાઈન પરથી ટ્રેનો દોડાવવામાં આવી રહી હોવાનું રેલવેએ કહ્યું હતું. ફાસ્ટ ટ્રેનો પણ તેના નિયત સમય કરતાં 15થી 20 મિનિટ મોડી દોડી રહી છે.