News Continuous Bureau | Mumbai
પ્રવાસીઓની(Passengers) માગણીને ધ્યાનમાં રાખીને વેસ્ટર્ન રેલવેએ(Western Railway) સોમવાર, 8 ઓગસ્ટથી એસી લોકલની(AC local) આઠ સર્વિસ વધારવાનો નિર્ણય લીધો છે. હાલ વેસ્ટર્ન રેલવેમાં રોજની એસી ટ્રેનની(AC train) 40 સર્વિસ હોય છે. તો રવિવારના 32 સર્વિસ હોય છે.
રેલવેના અધિકારીના(Railway Officer) કહેવા મુજબ વેસ્ટર્ન રેલવેમાં પાંચમી રેકનું આગમન થયું છે, તેને કારણે એસીની આઠ વધારાની સર્વિસ ઉપલબ્ધ થશે. આ સર્વિસ સવારના પીક અવર્સમાં(peak hours) રહેશે.
એસી સર્વિસ સવારના વિરારથી 7.30 વાગે અને બોરીવલીથી સવારના 9.48 વાગે ઉપલબ્ધ થશે. તો સાંજના પીક અવર્સમાં એક સર્વિસ ચર્ચગેટથી સાંજના 6.35 વાગે ઉપડશે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈવાસીઓ સાવધાન- આ બે વિસ્તારમાં સ્વાઈન ફ્લૂના દર્દીઓ વધ્યા- સ્થાનિક લોકો ચેતજો
એસી લોકલની ટિકિટના(Train ticket) દરમાં 50 ટકાનો ઘટાડો કર્યા બાદ મે મહિનાથી એસી ટ્રેનમાં પ્રવાસ કરનારાઓની સંખ્યામાં ધરખમ વધારો થયો છે. જુલાઈમાં પ્રતિદિન એસી લોકલમાં પ્રવાસ કરનારાઓની સંખ્યા 46,800 હતી. એપ્રિલમાં આ જ સંખ્યા 22,000 હતી. એસી લોકલનું પ્રતિ પાંચ કિલોમીટરનું મિનિમમ ભાડું 35 રૂપિયા છે