News Continuous Bureau | Mumbai
મુંબઈમાં કોરોના નિયંત્રણમાં આવવાની સાથે જ મુંબઈગરા બેફિકર થઈ ગયા છે. લોકોએ માસ્ક પહેરવાનું છોડી દીધું છે. વેસ્ટર્ન રેલવેમાં માસ્ક વગર લોકલ ટ્રેનમાં પ્રવાસ કરનારા લોકો પાસેથી 35.45 લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો.
વેસ્ટર્ન રેલવે દ્વારા ટિકિટ વગરના અને રેલવેના નિયમોનું ઉલ્લંઘન કરી પ્રવાસ કનારા મુસાફરો સામે નિયમિત ઝુંબેશ હાથ ધરાય છે. એપ્રિલ 2021થી ફેબ્રુઆરી 2022 સુધીના સમયગાળામાં ગેરકાયદે રીતે પ્રવાસ કરનારા પાસેથી વેસ્ટર્ન રેલવેએ 94.21 કરોડ રૂપિયાનો દંડ વસૂલ્યો હતો. જેમાં 35.45 લાખ માસ્ક વગરના લોકો પાસેથી દંડ વસૂલ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : લો બોલો… મુંબઈગરા છે જે સુધરવાનું નામ લેતા નથી. એક જ દિવસમાં આટલા મોટરિસ્ટો ટ્રાફિકનું ઉલ્લંઘન કરતા પકડાયા; જાણો વિગતે
વેસ્ટર્ન રેલવેના ચીફ પબ્લિક રિલેશન ઓફિસર સુમીત ઠાકુરના જણાવ્યા મુજબ એપ્રિલ 2021થી ફેબ્રુઆરી 2022 સુધીના સમયગાળામાં 15.92 લાખ કેસ ટિકિટ વગર અને અન્ય નિયમોનું ઉલ્લંઘન કરી પ્રવાસ કરનારા સામે નોંધાયા હતા. જેમાં દિવ્યાંગોના ડબ્બામાં પ્રવાસ કરવો, લગેજની ટિકિટ લીધા વગર પ્રવાસ કરવો, ફેરિયા પાસેથી દંડ વસૂલવા વગેરેનો સમાવેશ થાય છે.