ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 28 સપ્ટેમ્બર, 2021
મંગળવાર
આગામી સ્થાનિક સ્વરાજ સંસ્થાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને લાયક નાગરિકો માટે 30 નવેમ્બર, 2021 સુધીમાં મતદારયાદીમાં પોતાનું નામ નોંધાવવા અને મૃતકોના, ડુપ્લિકેટ નામો અથવા સ્થળાંતર કરનારાઓનાં નામ બાકાત કરવાની સારી એવી તક આવી છે.
ભારતના ચૂંટણી પંચ વતી વિધાનસભા મતદારયાદીનો વિશેષ સંક્ષિપ્ત પુનરાવર્તન કાર્યક્રમનું આયોજન 1 નવેમ્બર, 2021થી 30 નવેમ્બર, 2021 દરમિયાન કરવામાં આવશે.
આ સંદર્ભે વિધાનસભા મતદારયાદીના ખાસ સંક્ષિપ્ત પુનરાવર્તન કાર્યક્રમ પ્રસંગે જિલ્લા કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરે સંકલનમાં વ્યાપક અને અસરકારક જનજાગૃતિ અભિયાન ચલાવવું જોઈએ એવી માહિતી રાજ્ય ચૂંટણી આયોગ અધિકારી પી. એસ. મદાને આજે આપી હતી.
લકી કે પછી અનલકી? કનૈયા કુમાર કોંગ્રેસમાં સામેલ થતાં જ કોંગ્રેસ 'ટુકડે-ટુકડે'
શ્રીમાન મદાને જણાવ્યું હતું કે “ભારતના ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલા વિધાનસભા મતવિસ્તારોની મતદારયાદીનો ઉપયોગ મહાનગરપાલિકા, નગરપરિષદ / નગરપંચાયત, જિલ્લાપરિષદ / પંચાયત સમિતિઓ અને ગ્રામપંચાયતોની ચૂંટણી માટે થાય છે. એથી ખાસ સંક્ષિપ્ત પુનરાવર્તન કાર્યક્રમના સમયગાળા દરમિયાન વધુમાં વધુ લાયક નાગરિકો જેમણે જાન્યુઆરી 2022 સુધીમાં 18 વર્ષની ઉંમર પૂર્ણ કરી છે તેઓએ મતદાર તરીકે નોંધણી કરાવવી જોઈએ અને મૃત, ડુપ્લિકેટ અથવા સ્થળાંતરિત લોકો પોતાનું નામ રદ પણ કરાવી શકે છે. જો જરૂરી હોય તો સરનામાં અથવા નામો પણ સુધારી શકાય છે. ”
શ્રીમાન. દેશપાંડેએ અખબારી યાદીમાં કહ્યું કે, “સ્થાનિક સંસ્થાની ચૂંટણીમાં મત આપવાના અધિકારનો ઉપયોગ કરવા માટે, હવે મતદાર તરીકે નોંધણી કરાવવી જરૂરી છે. તે જ સમયે, મતદાર યાદીને અપડેટ કરવા અને તેને વધુ સચોટ બનાવવા માટે, નાગરિકોએ સ્વેચ્છાએ તેમના નામોમાં સુધારો પણ કરવો જોઈએ. જો તમે મૃતક અથવા ડુપ્લિકેટ્સના નામ રદ કરવા માંગતા હો, તો ફોર્મ નંબર 7 ભરો અને તેને સંબંધિત મતદાર નોંધણી અધિકારી અથવા સંબંધિત સ્થળે સબમિટ કરવું અથવા www.nvsp.in પર ઓનલાઈન ભરી શકાય છે. નવા મતદારો પણ આ વેબસાઇટ પર નોંધણી કરાવી શકે છે.”
પંજાબ ની વાર્તામાં નાટકીય વળાંક : કેપ્ટન અમરિંદર સિંહે અમિત શાહને મળવા સંદર્ભે આ મોટી વાત કહી.
શ્રીમાન કુરુન્દકરે અખબારી યાદીમાં કહ્યું કે “ટૂંક સમયમાં મોટી સંખ્યામાં સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણી યોજાશે. મતદાર તરીકે નોંધણી કરવાની અથવા મતદારયાદીમાં સુધારો કરવાની આ છેલ્લી તક છે. નાગરિકો અને મતદારોને આ અંગે જાગ્રત કરવાની જરૂર છે; વળી જો આ બધી પ્રક્રિયાઓને સરળ બનાવવામાં આવે તો નાગરિકો તરફથી સારો પ્રતિસાદ મળશે. આને ધ્યાનમાં રાખીને તમામ જિલ્લા કલેક્ટર અને મહાનગરપાલિકાઓએ હવેથી આયોજન શરૂ કરવું જોઈએ.”
આ કાર્યક્રમને અમલમાં મૂકવા માટે મતદાર જાગૃતિ અભિયાનની તૈયારી અંગે શ્રી મદાને આજે કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર સાથે વીડિયો કૉન્ફરન્સિંગ સિસ્ટમ દ્વારા વાતચીત કરી હતી. આ પ્રસંગે મુખ્ય ચૂંટણી અધિકારી શ્રીકાંત દેશપાંડે, રાજ્ય ચૂંટણી પંચના સચિવ કિરણ કુરુન્દકર, બૃહ્ન મુંબઈ મહાનગરપાલિકાના અધિક કમિશનર સુરેશ કાકાણી, કલ્યાણ-ડોંબિવલી મ્યુનિસિપલ કમિશનર વિજય સૂર્યવંશી, મુખ્ય ચૂંટણી અધિકારી સ્વીપ સલાહકાર દિલીપ શિંદે ઉપસ્થિત રહ્યા હતા.