ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 11 ઑગસ્ટ, 2021
બુધવાર
મુંબઈ શહેરમાં વ્યસ્ત સિગ્નલ પર માસ્ક ન પહેરવા ના નામે વસૂલી કરનાર પાલિકાના કર્મચારીઓ નો રાફડો ફાટયો છે. રીક્ષા હોય કે પછી ગાડી કે પછી બાઇક જે વ્યક્તિના ચહેરા પર માસ્ક ન હોય તે વ્યક્તિ પાસેથી ૨૦૦ રૂપિયાનો દંડ વસૂલવામાં આવે છે. તેમજ જે વ્યક્તિનું માસ્ક નાકથી નીચે હોય તેની પણ રંજાડ કરવામાં આવે છે. જોકે ચોંકાવનારી બાબત એ છે કે કાંદિવલીના મહાવીર નગર સિગ્નલ પર, બોરીવલીના ગોરાઈ ના સિગ્નલ પર, અંધેરી ખાતે લોખંડવાલા સિગ્નલ પર તેમજ અનેક જગ્યાઓ પર સિગ્નલ પાસે ભિખારીઓ ઉભા હોય છે. આ ભિખારીઓ માસ્ક નથી પહેરતા અને ભીખ માંગવા માટે પ્રવાસીની રીક્ષા માં પોતાનું મોઢું ઘાલે છે. જ્યારે મુંબઈ મહાનગર પાલિકાના કર્મચારીઓ પ્રવાસી ને દંડ ફટકારતા હોય તે સમયે તેઓ આ ભિખારીને એકે રૂપિયાનો દંડ કરતા નથી. આવો જ એક વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જુઓ વિડિયો