ટ્રેનના પાસ મળે છે એ ખરું, પણ જો થઈ આ ભૂલ તો કલાકો સુધી લાઇનમાં ઊભા રહ્યા બાદ પણ નહીં મળે પાસ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 12 ઑગસ્ટ, 2021

ગુરુવાર

મુંબઈ મહાનગરપાલિકાએ ચોખ્ખા શબ્દોમાં જણાવ્યું છે કે મોબાઇલ પર વેક્સિનના બીજા ડોઝનું સર્ટિફિકેટ બતાવશો એ નહીં ચાલે. પાસ માટે સર્ટિફિકેટની હાર્ડ કૉપી લાવવી ફરજિયાત રહેશે. છતાં સર્ટિફિકેટની હાર્ડ કૉપી અને ફોટો આઇ-કાર્ડ વગર કલાકો સુધી લાઇનમાં ઊભા રહેનારા પ્રવાસીઓને રેલવે પાસ મળી શક્યા નહોતા.

મુંબઈમાં કોરોના રસીની ભારે તંગી. આ બે દિવસ દરમિયાન શહેરના બીએમસી અને સરકારી સંચાલિત રસીકરણ કેન્દ્ર બંધ રહેશે; જાણો વિગતે 

અહીં ઉલ્લેખનીય છે કે વેક્સિનના બંને ડોઝ લેનારા નાગરિકોને લોકલ ટ્રેનમાં 15 ઑગસ્ટથી પ્રવાસની મંજૂરી મળી ગઈ છે, પરંતુ રેલવે પાસ મેળવવા માટે રેલવે સ્ટેશન પર સુધરાઈ દ્વારા હેલ્પ ડેસ્ક ઊભી કરવામાં આવી છે, ત્યાં વેક્સિનનો બીજો ડોઝ લીધો હોવાનું સર્ટિફિકેટ તથા ફોટો આઇ-કાર્ડ બતાવીને એના પર સુધરાઈ દ્વારા સ્ટૅમ્પ મારી આપવામાં આવે છે. જેને ટિકિટ વિન્ડો પર બતાવ્યા બાદ જ રેલવે પાસ આપવામાં આવી રહ્યા છે. જોકે પહેલા જ દિવસે મોટા ભાગના લોકો પોતાના આઇડી-કાર્ડ તેમ જ  વેક્સિનના બીજા ડોઝનું સર્ટિફિકેટની હાર્ડ કૉપી લીધા વગર પહોંચી ગયા હતા તેમને નિરાશ થઈને પાછા ફરવું પડ્યું હતું.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *